________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આયુર્વેદ નિબંધમાળા હોય, તે તે બાળકને નળબંધ સાથે સૌરાષ્ટિ મેળવીને આપવાથી તાવ જાય છે. આયુર્વેદાચાર્યોએ એવું લખ્યું છે કે, મોટા માણસને જે ઓસડ આપી શકાય છે, તે નાના બાળકને પણ આપી શકાય છે કારણ કે વયમાં નાનાંમોટાં છે કાંઈ રોગ નાને માટે નથી. માટે વયના પ્રમાણમાં જેટલા પ્રમાણમાં મોટા માણસને દવા અપાય તેવી દવા, નાના પ્રમાણમાં બાળકને પણ આપી શકાય. પરંતુ અમારે અનુભવ એ છે કે, નાના બાળકને રસાયણ પ્રગના કેઈ પણ ઉપચાર કરવા એ ભયભરેલું છે. નાના બાળકને ઊલટી સાથે તાવ હેય તે, શરને તથા સૌષ્ટિની સાથે એકેક ગોળી આગળ બતાવેલી છર્દિરિપુની, પાણીમાં વાટી આપવાથી ઊલટીને બંધ કરી તાવને મટાડે છે. નાના બાળકને દરરોજ ચાલુ અન્યદુષ્ક, તૃતીયક, ચતુર્થક નામના તાવ પણ આવે છે. એ તાવમાં એકલી સૌરાષ્ટિ આપવાથી ઘણું સારું કામ થાય છે. પરંતુ એ તાવમાં સતત અને સતત એ અવધિયા તાવ છે એટલે તે સાત દિવસે અથવા ચૌદ દિવસે, નવ દિવસે અથવા અઢાર દિવસે, અગિચાર દિવસે અથવા બાવીશ દિવસે ઊતરે છે; અને અવધ પહેલાં એ તાવને કાઢવાનો પ્રયત્ન કરવામાં આવે તે દદીને સન્નિપાત થઈ, વખતે તેનું મરણ નિપજાવે છે. એટલા માટે એવા અવધિમાં તાવમાં ૭, ૯ કે ૧૧ દિવસ પછી સૌરાષ્ટિને ઉપયોગ કરે; અને તે પહેલાં પાચક દવા તરીકે, અતિવિષ, કાકડાસિંગ, વાયવડિંગ, સિંધવ એનું ચૂર્ણ કરી, તે ચૂર્ણમાંથી એક વાલ ચૂર્ણ લઈ તેને એક કાચના પ્યાલામાં મૂકી તેના ઉપર બાળકને પાઈ શકાય એટલું ખખળતું ઊનું પાણી રેડી ઢાંકી દેવું. ટાટું થયા પછી તે પાણીને કપડાથી નિચાવ્યા કે દાખ્યા સિવાય ગાળી લેવું. એ પાણી દિવસમાં બેત્રણ વાર આપવું, એટલે બાળકને આમ પાચન થઈ જશે અને પછી જે સૌરાષ્ટિ આપવામાં આવે તે તાવ જતું રહેશે.
For Private and Personal Use Only