________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકની સાશ્વાર અને તેના રાગોની ચિકિત્સા ૧૬૫ થાય તેમાં ચોથે ભાગે કાળાં મરી મેળવી, ઘણુંજ બારીક વસ્ત્રગાળ ચૂર્ણ કરી રાખવું. એ ચૂર્ણનું નામ અમે “રાસ્ના ? પાડેલું છે. એ ગ્રૂણની માત્રા એક રસ્તીથી એક વાલ સુધી નાના બાળકને અને બે વાલ સુધી મેટા માણસને પાણી સાથે દિવસમાં ત્રણ વખત આપવાથી તાવ જાય છે. આ ચૂર્ણથી સુદર્શન ચૂર્ણ કરતાં, પણ વધારે ફાયદે જણાય છે. જે બાળકને તાવની સાથે પાતળા ઝાડા થતા હોય તે ફટકડીને કુલાવીને તેનું વસ્ત્રગાળ ચૂર્ણ કરીને એક શીશામાં ભરી રાખવું. જે બાળકને આપવું હોય તેને રાસ્નાનું ચૂર્ણ” અને ફુલાવેલી ફટકડી ઉફે “સિરાષ્ટિ” તે અર્ધા ભાગે લઈ, બેને મેળવી પાણી સાથે આપવાથી તાવ સાથે પાતળા ઝાડા થતા હોય તે મટે છે. ઉપર બતાવી ગયા તેમ વરાધ-- વાવળી કે સસણીની સાથે જે બાળકને તાવ આવતો હોય, તે તાવને કાંઈ પણ ઉપાય કરે નહિ.કારણ કે સસણી વરાધ કે વાવળીમાં તાવ એજ બાળકનું જીવન છે. જે તાવનો ઉપાય કરતાં તાવ જતે રહ્યો અને હાંફણ બાકી રહી ગઈ તે એ હાંફણ મટતી નથી. પણ હાંફણને ઉપાય કરવાથી એ હાંફણુ નરમ પડી કે, તાવ પિતાની મેળે જ ચાલ્યા જાય છે. માતાના અતિ કુપચ્યથી અને રસ દગ્ધ થઈ દૂધ દ્વારા બાળકના શરીરના પિત્ત અને કફમાં અવ્યવસ્થા ઉત્પન્ન કરી તાવ લાવે છે જેથી બાળકના હાથપગ ઠંડા થઈ, માથું ગરમ થઈ જાય છે. હાથપગ અને માથું ગરમ થાય છે અને બાકીનું શરીર ઠંડુ પડી જાય છે. એવા “વિષમજવરમાં બાળકના માથા ઉપર ઠંડા પાણીનાં પિતાં મુકાવવાં, જેથી હાથપગ ગરમ થશે, અને “રાસ્ના સાથે સારાષ્ટિ આપવાથી તાવ જશે. પણ હાથપગ ગરમ અને શરીર ઠંડું થઈ જાય, એવા તાવવાળાં બાળક ભાગ્યે જ જીવે છે. તે પણ તેમાં આગળ બતાવેલું “નળબંધ” નામનું સૂર્ણ વધારે કામ કરે છે. જે બાળકને કૃમિની સાથે તાવ આવતે
For Private and Personal Use Only