________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
- -
-
બાળકની સારવાર અને તેના ગાની ચિકિત્સા ૧૬૭ જે બાળક એકથી ત્રણ માસનું હોય અને તેને તાવ આવે તે રાઈ, સરસવ, મીઠું, ગૂગળ, લોબાન-શેરીલોબાન, ઘેડાવજ, વાયવડિંગ, લીમડાનાં પાતરાં એનું ચૂર્ણ કરી બાળક સૂતું હોય ત્યાંથી છેડે છે, એ ચૂર્ણને ધૂપ કર. જેથી તે ધૂપની ગંધ બાળકના શ્વાસોચ્છવાસ દ્વારા, બાળકના શરીરમાં પ્રવેશ કરી, તાવને અટકાવે છે અથવા ઉતારે પણ છે. આ ધૂપના ચૂર્ણનું નામ અમે “માહેરપ” રાખેલું છે. જે બાળકને તાવની સાથે ખેંચ આવતી હોય, જેને લેકે “ઝળક આવી છે? એમ કહે છે, અને જેના કારણમાં કૃમિ પ્રાધાન્ય ભગવે છે, તેવા તાવમાં આગળ બતાવેલી કૃમિકુઠાર રસની ગોળીઓ અને ભુત કામ બજાવે છે. આટલી વાત ધ્યાનમાં રાખવાની છે કે, જ્યાં સુધી બાળકને તાવ આવે ત્યાં સુધી તેને નવડાવવું નહિ, શરીરે તેલ કે ઘી પડવું નહિ, હવા અને અજવાળાને લાભ આપ, પણ તેના હાથ કે પગ ઉઘાડા રાખવા નહિ. હાથપગ ઉઘાડા રાખેલા હોય અને બાળકને સતતવર આવતું હોય તેવા અરસામાં, બાળકના હાથ કે પગ ઉપર પવનને ઝપાટે લાગે છે, તેથી જ્ઞાનતંતુને નુકસાન પહોંચી, તે બાળકના હાથ કે પગ જૂઠા પડી જાય છે, જે જીવતાં સુધી મટતા નથી. માટે બાળકના હાથપગને સંભાળથી ઢાંકી રાખવા. આ ફેંસી જમાનામાં, બાળકને કાળા કાટવાનું ઝભલું પહેરાવવાને રિવાજ, જગલી અને અસભ્ય લાગે છે. પણ ગળીથી રંગેલા કાળા કપડાના ઝભલાથી બાળક કે જે દુનિયામાં પ્રથમ શિયાળો, ઉનાળે કે ચોમાસું ભેગવે છે, તેના વાતાવરણની અસરથી બાળકની ચામડીને અને તેના શરીરને બચાવ કરવા માટે, કાળાં કાટવાનાં ઝભલાં પહેરાવવાનો રિવાજ આપણા ઘરડાઓએ પાડેલે હતો. હવે તેરિવાજ ગયે અને તેથી, જે બાળકનું પેટ હંમેશા ઢાંકેલું રહેતું હતું તે પેટ ઉઘાડું રહેવા
For Private and Personal Use Only