________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૦
શ્રીઆયુર્વેદ નિબંધમાળા તુલસીના આકારનાં થાય છે, પણ તેમાં તુલસી જેવી તીખાશ કે સેડમ નથી. તેનાં પાતરાંના દાંડા આગળ ભાતની ધાણુ જેવા આકારનાં ફૂલ થાય છે, તેને બારીક વાટી મોંમાં ભભરાવવાથી ઘણી ઝડપથી શલિયું મટી જાય છે. જે દશ વાસા પછી બાળકનું મેં પાકી જાય, તે તેમાં પણ આ ઉપાય કામ લાગે છે, પરંતુ દશ વાસા પહેલાં જેટલી ઝડપથી એ કામ કરે છે, તેટલી ઝડપથી તે પછીના દિવસમાં કરતું નથી. દશ વાસા પછી બાળકનું મુખ આવી જાય તે, પાકનું લાકડું લાવી, પાણીમાં ઘસી, મોઢામાં ચોપડી, ડી વાર બાળકને ઊંધું સુવાડવાથી ગરમી ઝરી જાય છે અને મે સારું થાય છે. દશ વાસા પછી અને દેઢ વર્ષનું બાળક થાય તેની વચમાં તે બાળકને “મધપાક નામને મુખને રોગ થાય છે. તેનું કારણ એવું છે કે, તેની માતાને ગર્ભ ધારણ કરતાં પહેલાં ગરમીને રેગ હેય અથવા જન્મથી આગને રોગ હેય, તે તે બાળકને મધપાક થાય છે. તેની નિશાની એવી છે કે, તે બાળકની જીભના ટેરવા ઉપર અથવા જીભના મધ્ય ભાગમાં અને તાળવામાં ચણાની અથવા વાલની દાળ જેવડી, ધોળી છારીવાળી ચાંદી પડે છે. જે એ ચાંદી એની મેળે મટી જાય, તે તે પેટમાં ઊતરી ગઈ છે એમ જાણવું. તેથી બાળકનું તરત મરણ થાય છે. પરંતુ એ મધપાકને માટે હીમજીડરડે (હીમજ) એક આખી લઈ ચંદન ઘસીએ એટલી જાડી પાણીમાં ઘસી નાખવી. તે ઘસેલી હીમજમાં બે આનીભાર ચેખું મધ મેળવવું અને તેમાં એક વાલ ફુલાવેલી ફટકડી મેળવી, ત્રણેને કાલવી કાચની પ્યાલીમાં ભરી રાખવું. તેમાંથી આંગળી ઉપર લઈને મધ પાકવાળા બાળકની જીભ ઉપર દિવસમાં ત્રણચાર વખત પડી તેને ઊંધું સુવાડવું. ઊંધું ન સૂએ અને એ ઓસડ પેટમાં ઊતરે તે પણ હરકત નથી, પરંતુ આ એસથી ગમે તેવે મધ પાક હેય તે ઘણું થડા દિવસમાં
For Private and Personal Use Only