________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આયુર્વેદ નિબંધમાળા રાખવું એ કેટલું બધું અગવડભરેલું છે! તેમ સ્વાભાવિક રીતે જીવતા માણસને ઉત્તર દિશામાં માથું કરીને સુવાડવું એ વહેમ ભરેલું મનાય છે. એના સમાધાનમાં જણાવવાનું કે, માતા જે બાળકને પિતાના ખેાળામાં ગાદી રાખીને ધવડાવે તે બાળકનું અધું શરીર માતાની જાંઘ ઉપર સમાઈ રહે અને પગ જમીન પર લટકતા રહે, જેથી બાળક મળમૂત્ર કરે અને મળમૂત્ર માતાના શરીરે લાગે, જેથી સ્વાભાવિક રીતે માતાના મનમાં ક્ષે ઉત્પન્ન થાય અને બાળકને ધવડાવતી વખતે જરા પણ ક્ષેભ થાય તે દૂધને વહેવાવાળી કેશવાહિનીઓમાં દૂધ આવતું અટકી જાય. અને પિતાના સ્થાનેથી છૂટું પડેલું દૂધ, કેશવાહિનીઓમાં અટકી રહેવાથી, સ્તનમાં એક જાતને દુખ ઉત્પન્ન કરે અને તે દુખાવાવાળું દૂધ બાળકના ધાવવામાં આવે તે, બાળકની પ્રકૃતિને બગાડે, એટલા માટે બાળકનું માથું ઉત્તર દિશામાં રાખવાનું વાજબી ગણેલું છે. બીજું કારણ એવું છે કે, જે માતા પિતાના બાળકને મેળામાં લઈને ધવડાવે છે, તે બાળક ચતું ખેળામાં સૂઈને ધાવે તેથી વસો કમાનની પેઠે ગોળ થાય છે. અને અન્નાશયને ભાગ, પકવાશયની ઉપર દબાણ કરે છે તેથી ધાવેલું દૂધ પચતું નથી અને ઊલટી થઈ બહાર નીકળી જાય છે. એટલા માટે બાળકને જમણી જાંઘ પર સુવાડવું એ ઘણું સગવડવાળું છે. હવે ઉત્તર દિશાએ માથું રાખવા બાબતમાં શંકા બાકી રહી; તેનું સમાધાન એવું છે કે, યોગીઓ અને સિદ્ધ પુરુષેને હમેશાં ઉત્તર દિશાનું મસ્તક રાખીને સૂવાની પ્રથા છે, કારણ કે તેઓ મનુષ્યના જેટલી વિષયવાસના અને ષસ ભજન લેતા નથી. જેથી ઉત્તર દિશાના લેહચુંબકનું આકર્ષણ તેમને લાગતું નથી. તે જ પ્રમાણે બાળક જે દૂધ પીતી પ્રથમાવસ્થામાં મિના વેગથી રહિત હોય છે અને વસ લઈ શકતા નથી તેથી તેનું ઉત્તરદિશામાં મુખ રાખવામાં
For Private and Personal Use Only