________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકની સારવાર અને તેના રંગેની ચિકિત્સા ૧૫૦ પિતાનાં અંગ સ્વચ્છ કરી, સારાં કપડાં પહેરી, પૂર્વ દિશામાં મુખ રાખી, આસન પર બેસી, પછી જમણા સ્તનને પાણીથી સારી પડે ધેાઈ, જરા દૂધ કાઢી નાખી, બાળકનું મોઢું ઉત્તરદિશામાં રહે તેવી રીતે ધીરેથી ખોળામાં લઈ ધવડાવવું. સ્તનમાંથી થોડું દૂધ કાઢી નાખ્યા વિના તે દૂધને જો બાળક ધાવે છે, તે બાળકને વમન, ઉધરસ અને શ્વાસની પીડા થાય છે. બાળકને દૂધ ધવડાવતી વખતે, માતા પિતાના મનમાં એવા વિચાર કરવા કે, મારા સ્તનમાં ક્ષીરસાગર દૂધની વૃદ્ધિ કરજે, મારું બાળક સર્વદા કલ્યાણને પામનાર અને બળવાન થજે. જેમ દેવતાઓ અમૃત પીને લાંબુ આયુષ્ય ભેગવે છે, તેમ મારો પુત્ર મારું અમૃતરસ જેવું દૂધ પીને, લાંબા આયુષ્યવાળ થજે. આ વિચાર કરી બાળકને દૂધ ધવડાવવું. જે બાળકને દૂધનીતાણ પડતી હોય તે સતાવરી લે અર્થે દૂધમાં ઘસીને તેમાં બીજું દૂધ પાશેરને આશરે મેળવીને તે દૂધ માતાને પાતા રહેવું જેથી દૂધ વધે છે. અથવા ખજૂરીના ઝાડના થડમાં જથાબંધ લીલાં મૂળિયાં ઊગે છે અને તે તમામ ઝાડને નહિ, પણ કેટલીક ખજૂરીનાં ઝાડને ખાસ ઊગે છે તે મૂળિચાં લાવી, તેમાંથી બે મૂળિયાં ચેખાના ધાવણમાં ઘસી, આ રવિવારથી પેલા રવિવાર લગી આઠ દિવસ પાય, તે જરૂર દૂધ વધુ ઊતરે છે. આ મૂળિયાંથી આગળની બેત્રણ સુવાવડમાં બિલકુલ દૂધ નહિ ઊતરેલી સ્ત્રીને પાંચ રવિવાર સુધી પાવાથી તેને દૂધ ઊતરેલું જણાય છે. આગળ કહેવામાં આવ્યું છે કે, માતાએ સ્વસ્થતાપૂર્વક ઉગમણે મેઢે બેસીને જમણું સ્તનને ધોઈને,
ડુંક દૂધ કાઢી નાખીને, બાળકને ઉત્તર દિશા તરફ સુવાડીને ધવરાવવું. આ વિચાર હસવા સરખે અને માતાને અગવડભર્યો લાગશે અને કોઈ શંકા કરશે કે, પૂર્વ દિશા તરફ બેસવાથી જમણું સ્તન દક્ષિણ દિશામાં જાય છે અને બાળકનું મુખ ઉત્તર દિશામાં
For Private and Personal Use Only