________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૮
શ્રીઆયુર્વેદ નિબંધમાળા
ધાવણુરૂપે થાય છે, અને જણ્યાને ત્રણ રાત અથવા ચાર રાત પછી, હૃદયમાં રહેલી ધમનીઓ ખુલ્લી પડીને, ધાવણુની પ્રવૃત્તિ કરે છે.
સ્ત્રીને પુત્રના સ્પર્શથી, દશનથી મરણથી અને તેણે સ્તન પકડવાથી, વીય ની પેઠે ધાવણ છૂટે છે. પુત્ર ઉપર નિર’તર રહેતા સ્નેહજ, ધાવણને પ્રવાહ થવામાં કારણભૂત છે. પુત્ર ઉપર પ્રેમ નહિ રાખવાથી, ભયથી, શેાકથી ક્રોધથી ભૂખ્યા રહેવાથી અથવા ખીને ગભ રહેવાથી, સ્ત્રીઓનું દૂધ ઓછુ થઈ જાય છે. માતાએ ભારે આહાર કરવાથી અચેાગ્ય વિહાર કરવાથી, તેના શરીરમાં ઢાષાના પ્રકાપ થાય છે. જેથી ધાવણુ ખરાબ થાય છે. અગ્ય આહાર અને અયેાગ્ય વિહાર કરનારી સ્ત્રીના વાયુ, પિત્ત અને કર, ધાવણુને બગાડી નાખે છે અને તેથી બાળકના શરીરમાં રોગ ઉત્પન્ન થાય છે. જો ધાવણ પાણીમાં નાખતાં, પાણી ઉપર તર્યો કરે અને સ્વાદમાં કષાય હાય તેા તેને વાયુથી ખરાબ થયેલું જાણવું, જો પાણીમાં નાખતાં જેની પીળી પીળી કણીએ થઈ જાય અને સ્વાદમાં ખાટું તથા તીખુ હાય તા તેને પિત્તથી ખરાબ થયેલુ જાણવું, અને જો પાણીમાં નાખતાં મૂડી જાય અને ચીકણું હાય, તા ધાવણ કફથી ખરામ થયેલું જાણવું. જેમાં એ નિશાનીએ મળતી આવે, તે એ દ્વેષથી અને ત્રણે નિશાની મળતી આવે તે ત્રણે દોષથી બગડેલું જાણવુ'. એવા બગડેલા ધાવણને સુધારવા માટે બાળકની માતાએ મગનું ઓસામણ પીવું. અથવા ભારગી, દેવદાર, વજ, અતિવિષ, એને વાટીને પીવાં અથવા કાળી પહાડ, પીલુડી, મેાથ, કરિયાતુ, દેવદાર, સૂ'ઠ, ઈંદ્રજવ, ઉપલેટ અને કડુ એના કવાથ પીવાથી પણ ધાવણ સાફ થાય છે. જે ધાવણ પાણીની સાથે મળી જાય, જેના રંગ બદલાયા ન હાય, તાંતણાવાળુ ન હેાય અને ધાળુ, પાતળું તથા ટાઢું હોય તે ધાવણુ સાફ્ છે એમ જાણવુ', માળકને માતાએ અથવા આયાએ,
For Private and Personal Use Only