________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકની સારવાર અને તેના રિગેની ચિકિત્સા ૧૧
-
-
-
-
-
-
-
-
--
-
-
-
-
-
-
-
-
-
-
હરકત નથી. પરંતુ એથી ઊલટું દક્ષિણ દિશામાં માથું રાખીને દૂધપાન કરાવવાથી દક્ષિણ દિશાને આગ્નેચવાયુ જે ઝેરી ગણાય છે, તે બાળકની કેમ મસ્તકમાં પ્રવેશ કરી, વખતે ભયંકર રોગને ઉત્પન્ન કરે છે. એટલા માટે બાળકનું માથું ઉત્તર દિશામાં રાખવાનું આયુર્વેદે ફરમાવ્યું છે. એ નિયમનો ભંગ કરી આજે બાળકને ગમે તે રીતે ધવડાવવામાં આવે છે, તેથી ઘણી સ્ત્રીઓનાં સ્તનને બાળકનું માથું અડકી જાય છે, અથવા માથું સ્તન સાથે અફળાય છે, જેથી સ્તનમાં રહેલી કેશવાહિનીઓમાં અવ્યવસ્થા થવાથી રતનમાં ગાંઠ ઘાલે છે અને તેમાં અસહ્ય દુખાવો થાય છે; એટલું જ નહિ પણ ઘણી વાર સ્તન પાકે છે. તેથી સ્ત્રીની તથા બાળકની પ્રકૃતિમાં ઘણે ભારે બગાડ થાય છે, એટલા માટે બાળકનું માથું પિતાના સ્તનને ન અડકે એવી સંભાળ માતાએ જરૂર રાખવી. કદાચ દૈવયોગે સ્તનમાં પહાડ ઘાલે અને દુખા થાય તે કેટલીક વૃદ્ધ સ્ત્રીઓ તે સ્તન ઉપર કાળી માટી અને મીઠું ચેપડાવે છે, પરંતુ તેથી ઘણી વાર સ્ત્રીને દૂધ આવતું અટકી જાય છે. એટલા માટે કાળી માટી પડવી નહિ, પણ રાતી માટી એટલે નાગેરુ અથવા ગુલેહરમાની પાણીમાં મેળવી કઢી જેવી કરી વારંવાર ચેપડવી, જેથી ગાંઠ પીગળી જાય છે અને દૂધ વહેતું રહે છે.
ઉપર કહ્યું તેમ, માતાએ પોતાના સ્તનને, બાળકને ધવડાવતાં પહેલાં દેવું જોઈએ. તે મુજબ જે સ્ત્રી પોતાના સ્તનને ધેતી નથી, તે સ્ત્રીને સ્તનની ડીંટડીની આસપાસ મેલના પિપડા વળે છે અને
જ્યારે બાળક ધાવે, ત્યારે તે પોપડા ઊખડી જઈ, તે જગ્યાએ પાક થાય છે, જેથી બાળકને ધવડાવતાં તેની માતાને અસહ્ય દુખાવો થાય છે. એટલું જ નહિ પણ તે ફાટમાંથી નીકળતું પરુ, બાળકના પિટમાં જાય છે અને બાળકને ધાવતાં જે દુખાવો થાય છે તેથી પૂરું દૂધ તે ધવડાવી શકતી નથી, એટલે પાને ચડેલું દૂધ સ્તનઆ. ૬
For Private and Personal Use Only