________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકની સારવાર અને તેને રંગોની ચિકિત્સા ૧૫૭
વવું. જ્યારે પારો લાગે છે અથવા સ્ત્રીને દૂધ આવતું નથી, ત્યારે ઘણે ભાગે બાળકને માટે ધાવ રાખવામાં આવે છે, પરંતુ ધાવનું દૂધ ભાગ્યે જ કોઈ બાળકને માફક આવે છે. કારણ કે બાળક જેટલા મહિનાનું હોય તેટલા મહિનાની સુવાવડી ધાવ મળવી મુશ્કેલ છે. અને જે ધાવ બાળકના કરતાં વધારે માસની સુવાવડી હેય, તે તે બાળકને તેનું દૂધ પચતું નથી. બીજું કારણ એવું છે કે, જે માતાના પેટમાં બાળક ઉત્પન્ન થયું હોય તે માતાની પ્રકૃતિ પ્રમા ણે બાળકના શરીરનું બંધારંણ થયું હોય છે. અને તે કરતાં પણ વધારે વખતની અને જુદી માતાના જુદા ખાનપાથી અને જુદી પ્રકૃતિથી, દૂધમાં વિરુદ્ધ ગુણ ઉત્પન્ન થવાથી તે દૂધ, બાળકને માફક આવતું નથી. તેમાં જે આપણી જાતિ કરતાં હીનજાતિની ધાવ મળી આવે, તે બાળકના શરીરને નુકસાન કરે, એટલું જ નહિ પણ તેના માનસિક વિચારને પણ નુકસાન કરે છે. એટલા માટે નીચ જાતિની ધાવ રાખવા કરતાં, ગાય-બકરી કે ભેંસનું દૂધ ઘણું ઉત્તમ ગયું છે અને જે ધાવ રાખવાની ઈચ્છા હોય તે, પિતાની જાતવાળી, મધ્ય અવસ્થાવાળી સારા સવભાવવાળી, સર્વદા આનંદમાં રહેનારી, ઘણું અને સાફ દૂધવાળી, પુત્ર ઉપર બહુ પ્રેમ રાખનારી, પિતાને આધીન રહેનારી, થોડું મળવાથી સંતોષ પામનારી, કપટ વગરની અને બાળકને પેટના પુત્ર સમાન ગણનારી ધાવ રાખવી. પણ જે સ્ત્રી શાકથી વ્યાકુળ, ભેગથી પીડાયેલી, થાકેલી, સર્વદા વ્યાધિવાળી, બહુ ઊંચી, બહુ નીચી, બહુ જાડી, બહુ પાતળી, ગર્ભવાળી, તાવવાળી, લાંબા તથા ઊંચાં સ્તનવાળી, અજીર્ણ રહ્યા છતાં જમનારી, પથ્ય વગરની, ક્ષુદ્ર કામમાં આસક્ત, દુખથી પીડાયેલી કે ચંચળ વૃત્તિની હેય, તેને ધાવ તરીકે રાખવાથી બાળક રેગી થાય છે. પાકા આહારથી થયેલા રસને મધુર સાર સઘળા દેહમાંથી સ્તનમાં આવતાં તે સાર
For Private and Personal Use Only