________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકની સારવાર અને તેના રેગોની ચિકિત્સા ૧૪૩ ઇંદ્રજવ ૪, રેવંચીને શીરે ૧, ગરણનાં બી ૪ અને મનસીલ ૨ ભાગ લઈને સને ઝીણું વાટવાં. તેમાં હિંગળક, મનસીલ, માણેકરસ અને કેશરને જુદાં ત્રણ દિવસ લગી ખરલમાં વાટવાં. પછી તેમાં બાકીનાં ઓસડ વસ્ત્રગાળ કરીને થોડાં થોડાં ઉમેરતા જવું અને ખરલ કરતા જવું. એવી રીતે ખરલ થઈ રહ્યા પછી પાકાં ચેવલી પાનના રસમાં ત્રણ દિવસ ઘૂંટી મગ જેવડી ગોળી વાળવી. એનું નામ માણેકરસાદિ ગુટિકા અમે પાડયું છે, કારણ કે એ પાઠ શાસ્ત્રને નથી પણ અમારો ગઠવેલ છે.
ખલી–કાળા તંબાકુના દાંડા લઈને તેને સાફ વીણી કાઢી તેની સાથે જે તંબાકુના ઝાડના થડને ભાગ આવેલ હોય તે તે કાઢી નાખી, માત્ર જાડી નસેના એકેક ઈચના કકડા કરી, તેને ઠીકરાના વાસણમાં મૂકી તેના ઉપર ઢાંકણું ઢાંકી નીચે તાપ કરી એવી રીતે બાળવા કે તેના કેયલા બની જાય, પણ રાખેડી બને નહિ, એ વાત ધ્યાનમાં રાખવી. તે એવી રીતે કે, ધુમાડે નીકળતા બંધ થાય કે તુરત, તેને બીજા વાસણમાં ઠાલવી લઈ, તેના ઉપર ઢાંકણ ઢાંકવું, એટલે બહારની હવા બંધ થવાથી તેના કેયલા બની જશે. તે કયલાને જુદા રાખી જેટલા વજનના દાંડા લીધા હોય તેટલા વજનને સિંધવક્ષાર લઈ તે સાથે ભેગો ખાંડી વસ્ત્ર ગાળ કરી, શીશીમાં ભરી, મજબૂત બૂચ મારી મૂકવે. આ દવા બનાવતાં એટલી વાત ધ્યાનમાં રાખવાની છે કે, કોયલા બનાવવા, ખાર મેળવીને ખાંડવું અને તેને ચાળીને શીશીમાં ભરતાં સુધીની ક્રિયા એકજ દિવસમાં પૂરી કરવી. જે કેયલા વાસી રહેશે તે બહારની હવાથી તે નરમ થઈ જશે, એટલે એ ઓસડમાં ધારેલ ગુણ રહી શકશે નહિ. માટે સાવધાની રાખી દવા બનાવવી. આ પ્રવેગ અમારો ગોઠવેલ છે, એટલે શાસ્ત્રમાં નથી,
For Private and Personal Use Only