________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
- -
-
-
-
-
-
- -
-
-
-
- -
-
૧૫૨
શ્રી આયુર્વેદ નિબંધમાળા જિંદગીપર્યંત ચા ન પીવી એ તે આ ફેશનેબલ અને ચાલુ રૂઢિના જમાનામાં અમારાથી કહી શકાતું નથી, પણ બાળકની દયા ખાતર, તેની જિંદગીના ભલા ખાતર, તેને પાંચ વર્ષની ઉંમર થયા પછી ભલે વધારે દૂધવાળી શેડી ચા પાવી, પણ એટલું યાદ રાખવું કે જ્યાં સુધી વીર્ય પરિપકવ થયું નથી અને બાળકને દાઢીમૂછ ફૂટી યુવવસ્થા પ્રાપ્ત થઈ નથી, ત્યાં સુધી ચા ન અપાય તે અતિ ઉત્તમ છે.
સાત મહિનાના બાળકથી તે દસ વર્ષ બાળકને એક વાર એક જાતની નઠારી ઉધરસ થાય છે અને તે ઉધરસ એવી ચેપી છે કે, ઘરમાં કે મહેલમાં તે છોકરા સાથે રમતાં, તેનું ખાધેલું ખાતાં, તેનું પીધેલું પીતાં બીજા છોકરાને તે ઉધરસ લાગુ પડે છે. અને તેઓ પણ ઉધરસન ભેગા થઈ પડે છે. એ ઉધરસનું સ્વરૂપ એવું છે કે, ઉધરસ ખી ખીક ખી ખી ખીક બીક ખી; એવી રીતે પાંચ મિનિટ કે દશ મિનિટ સુધી ચાલુ રહે, વચમાં વચમાં છીંક આવતી જાય, ચહેરો લાલ થઈ જાય, ઉધરસની સાથે બાળકને ઝાડે અને પિશાબ થઈ જાય, તથા એવી અસહ્ય વેદના થાય કે તે બાળ કેજ ખમી શકે છે. એવી રીતે એક વળ નરમ પડ્યો કે પાંચદશ મિનિટે અથવા કલાક બે કલાકે બીજે વળ ચડે છે. તે જોઈને માબાપ ઘણાં અકળાય છે પણ કોઈ ઈલાજ નહિ ચાલવાથી નિરાશ થઈ જાય છે. માત્ર એક જ ઉપાય ઘણાખરા લેકે જાણે છે કે, જે વખતે ઉધરસને વળ ચડે છે તે વખતે તે બાળકની બેઉ હાથની નાડી એટલે અંગૂઠી નીચેની નસ, જોરથી દબાવે છે, તેથી કાંઈક વળ ઓછો આવે છે. એ ઉધરસ નઠારી ઉધરસ, ખોખલી, ઉટા. ટિયું, હડખી, ભૂંડી અને મેટી ઉધરસના નામથી ઓળખાય છે અને અંગ્રેજીમાં એને “હુપિંગ કફ”કહે છે. એને માટે લેકમાં ચાલુ ઉપાય એવા છે કે, કેઈ બાળકને અણબેલ્યા લઈ જઈને
For Private and Personal Use Only