________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકની સારવાર અને તેના ગેની ચિકિત્સા ૧૩૭ ધાવણ સાથે, બીજા સાત દિવસ છાસની પરાઈ (છાસ ઉપરનું કરેલું પાણી સાથે અને તે પછીના સાત દિવસ મધમાં ચટાડવું. અને પછી
જ્યાં સુધી જરૂર જણાય ત્યાં સુધી મધમાં અથવા માત્ર પાણી સાથે અથવા માતાના દૂધ સાથે આપ્યા કરવું. જે તાવવાળું વાસણ હેય તે ઉપર પ્રમાણેના વજનથી એ ચૂર્ણ કે જેનું નામ અમે ‘માલતિચૂર્ણ રાખેલું છે, તે માત્ર મધ સાથે અથવા પાણી સાથે એક માસ પર્યત આપવામાં આવે, તે બાળક રોગમુક્ત થઈ પુષ્ટ બને છે. આ માલતિચૂર્ણની એક વાલ માત્રા દિવસમાં ત્રણ વખત પકાવેલી, ઘાપણુ એક વાલ મેળવી સુવાવડથી લાગુ પડેલા જીર્ણજ્વરથી કૃશ થઈ ગયેલા એટલે સુકાઈ ગયેલા શરીરવાળી સ્ત્રીને આપવામાં આવે તે તેને પણ પુષ્ટિ આપી, જીર્ણજવરથી મુક્ત કરે છે. સુવાવની નબળાઈથી નબળી પડેલી સ્ત્રીને સવારગમાં સપડાવવાનું કારણ પહેલે નંબરે પ્રસૂતિ સમયની વિક્રિયા, બીજે નંબરે પથ્યાપથ્યની ખામી અને ત્રીજે નંબરે પતિની કામવાસના છે, જેને પત્નીએ અનિચ્છાએ પણ તાબે થવું પડે છે. માટે પતિ પત્નીએ તેને વિચાર કરી, પત્નીએ પિતાના બાળકના સુખને માટે અને પતિએ પત્નીની તંદુરસ્તીને માટે ખાસ કાળજી રાખવાની જરૂર છે. અને એટલાજ માટે જ્યાં સુધી બાળક ધાવે છે ત્યાં સુધી પતિ પત્નીએ બ્રહ્મચર્ય પાળવા માટે જુદા રહેવાની ફરમાશ આયુવૈદે કરેલી છે. માતાએ સંતાનને દૂધ કેમ પાવું તે આગળ લખાશે, પરંતુ આટલી સૂચના કરવામાં આવે છે કે, બાળકને દૂધ પાતી * વખતે કેઈની દષ્ટિ ન પડે એવા એકાંત સ્થાનમાં બેસીને પાવું અથવા ધવડાવવું. અને જે તેવું સ્થાન ન હોય, તે મેળામાં લઈને ખેાળામાંથી છેકરું ન દેખાય તેવી રીતે પોતાનું લૂગડું ઓઢાડીને તેને સ્તનપાન કરાવવું. સવારે અથવા સાંજે તે બાળકના માથા ઉપર રાઈ અને મીઠું દરરોજ ઉતારીને દેવતામાં નાખવાં, હાલના
For Private and Personal Use Only