________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૬
શ્રી આયુર્વેદ નિબંધમાળા
સ્થામાં દૂધ અને ચા છે. જે પ્રજામાં દૂધ અને ચા આપવામાં આવતાં નથી, તે પ્રજામાં બાળકને ધાવવા ઉપરાંત, દૂધને એટલે મેટે પાને ચડતે જોવામાં આવે છે કે, એક તરફ બાળક ધાવતું હોય તે બીજી તરફના સ્તનમાંથી દૂધ વહી જતું દેખાય છે. આ બાબતને અનુભવ આ જમાનાની સુધારેલી અને ફૅન્સી સુવાવડી કરતાં; આજથી પચાસ વર્ષ ઉપરની પ્રસૂતા સ્ત્રીને પૂછવાથી, તે પિતાની હકીકત આ વાતને પુષ્ટિ આપનારી જણાવશે.
પ્રસૂતા સ્ત્રીને બીજા વાસાથી સવારમાં પ્રથમ સુવા તેલા બે, અને મેથી તેલા બેને, એક શેર પાણી મૂકી, ઉકાળી, નવટાંક પાણી રહે ત્યારે કપડે ગાળી લઈ, તેમાં બે રૂપિયાભાર ચેખું મધ નાખી પાવું; અને તે પછી ઓછામાં ઓછે પા તેલ બળ, ભૂકો કરીને ગળાવો. બળને માટે એ વહેમ છે કે, બળ મળનારી સ્ત્રી જે બળને પોતાના દાંતને અડકાડે તે દાંત પડી જાય છે, પણ એ વાત તદ્દન ખોટી છે. હેતુ એ છે કે, બેળ દાંતમાં ભરાઈ જવાથી તેની કડવાશ અને ગંધથી મેટું ઘણી વખત સુધી બગડેલું રહે છે, જેથી બીજે ખોરાક ખાવામાં અરુચિ ઉત્પન્ન થાય છે, એટલા માટે બળને દાંતે નહિ અડકાડતાં ગળી જવાની ભલામણ કરવામાં આવે છે. બેને ગળ્યા પછી બે આનીભાર હિંગળો લે અને તે હિંગળાની આસપાસ રૂ લપેટવું, તે રૂને સળગાવી બાળી મૂકવું એટલે હિંગળ ફૂલી જશે. તેની ભૂકી કરીને ફાકી મરા. વવી. તે પછી હવળાઈ તૈયાર કરેલી હોય તે મધમાં ચટાડવી. તે હવળાઈ નીચે પ્રમાણે બનાવવીઃ
સૂંઠ, મરી, પીપર, પીપરીમૂળ, અક્કલગરે, પાનની જડ, તજ, લવંગ, જાયફળ, જાવંત્રી, એલરની અને તેજબળ એને સમભાગે લઈ, ખાંડી, વસ્ત્રગાળ ચૂર્ણ કરી રાખવું. કેટલાક લેકે એમાં હિંગળો મેળવે છે અને કેટલાક નથી મેળવતા.
For Private and Personal Use Only