________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વરખ , પછી તે
ચાળી :
१२४
શ્રી આયુર્વેદ નિબંધમાળા વરખ પ્રસૂતિ થયા પછી દસ વાસા સુધી મધમાં ચટાડે. દશ વાસા પછી તેજાનાની રાબડી, ગરમીને લીધે ન પી શકે છે, તેને બદામ, પિસ્તા, ચારોળી, એલચી, અખરેડ, ચીલગાઝા, કાકડી, ચીભડી, તડબૂચ અને દૂધીને મગજ તેલ તેલ લઈ, તેમાં સફેદ મરી તેલે એક નાખી, પાણીમાં ગળ અગર સાકર સાથે રાબડી બનાવીને પાવી. સાકરને બદલે ગાળ વાપરે એ અતિ ઉત્તમ છે; કારણ કે ગોળના પાણીથી મગજની ગરમી અને પેશાબની ગરમી, તેના ઇંદ્રિય જુલાબના ગુણને લીધે જોવાઈ જાય છે, તેમજ હૃદય, કોઠો અને બસ્તિની શુદ્ધિ થાય છે. સાકર ઘણું સ્વાદવાળી તથા રૂપાળી છે, પણ આ ગુણ ધરાવતી નથી. ઘણું પ્રસૂતાને સુવાવડમાં પાછલી અરજ (અભાવે) પડે છે. તે અરજને લીધે તેનાથી કશું ખવાતું નથી. તેવા વખતમાં ખાટાં લીબુને ચીરી, તેને માટીના વાસણમાં મૂકી, નીચે તાપ કરી, બાળીને કેયલા કરવા. તે કયલાની રાખડી વાલ બે અને એલચી નંગ ચારને છેડા સાથે વાટી, તેને પાણીમાં મેળવી તે પાણી દિવસમાં ત્રણ વાર પાવું, જેથી અભાવ મટી જશે અને અન્ન ઉપર રુચિ થશે. કેટલીક પ્રસૂતાને અભાવ પડતું નથી પરંતુ ખાધા પછી તુરત ઊલટી થાય છે અને તે ઊલટીથી તેના ગર્ભસ્થાનની વ્યવસ્થા બગડે છે. તેવા વખતમાં કપૂરકાચલી બારીક વાટી પાણીમાં મેળવી તેની વટાણા જેવડી ગોળીઓ બનાવવી અને તે છર્દિરિપુની ગોળી કલાક કલાક અથવા બબ્બે કલાકે પાણી સાથે ગળાવવી, જેથી ઊલટી બંધ થઈ જશે. આ ગેળીથી નાનાં બાળકને કે મેટાં માણસને કોઈ પણ પ્રકારની ઊલટી થતી હોય તે તે ઊલટી બંધ થઈ જાય છે એ અનુભવ છે.
કઈ પણ પ્રસૂતાને પ્રસૂતાવસ્થામાં તાવ લાગુ પડી જાય તે તેને માટે અતિવિષની કળીનું ચૂર્ણ વાલ એક મધમાં ચટાડવું.
For Private and Personal Use Only