________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસવ અને પ્રસૂતાની સારવાર
૧૨૯
પ્રમાણે રાત્રે પણ પા, પેટને કુલા અને વેતપ્રદર બંધ થાય છે તથા સેમરોગ(નિદ્વારમાંથી સ્ત્રીને ખબર પડ્યા વિના ૦૧ શેરથી બે શેર સુધી પાણે વહી જાય છે)ને પણ મટાડે છે. સુવાવડી સ્ત્રીની સુવાવડ ગયા પછી કમળમુખમાં વાયુને વિકાર રહી જવાથી, જેમ સારા માણસને ગુદાદ્વારથી આધેવાયુ અવાજ કરીને અથવા અવાજ કર્યા વિના બહાર નીકળે છે, તે પ્રમાણે સ્ત્રીને ઊઠતાં, બેસતાં, ચાલતાં ફરતાં અને ખાસ કરીને સુરતસમાગમ વખતે અવાજ થઈ વાયુ નીકળે છે, જેથી સ્ત્રીઓને મહા લજજા ઉત્પન્ન થાય છે. તેવા રોગમાં સ્ત્રીને પૌષ્ટિક ખોરાક આપ અને જાવંત્રી તેલા બે, નગેડનાં લીલાં પાતરાં તેલ એક, વાટીને બાર તેલા તલના તેલમાં ઉકાળતાં તે પાતરાં બળી જાય ત્યારે તે તેલને કપડાથી ગાળી શીશીમાં ભરી રાખવું. તેમાં પૂમડું બેબી નિમાં લેવડાવવાથી ચનિદ્વારને અવાજ કરતા વાયુ બંધ થાય છે.
પ્રસૂતા સ્ત્રી ચાળીસ દિવસમાં ઓછામાં ઓછે દશ તેલા બાળ ગળે તે તેની કમ્મરમાં દુખાવો રહેતું નથી. તે પ્રમાણે ચાળીસ દિવસમાં ઓછામાં ઓછી સવાશેર સૂંઠ ખાય તે તેને જઠરાગ્નિ મંદ પડતું નથી, એટલું જ નહિ પણ તેનું ધાવણ એટલું શુદ્ધ થાય છે કે, તેનું બાળક નીરોગી અને બળવાન થાય છે. પ્રસૂતા સ્ત્રી ચાળીસ દિવસમાં ઓછામાં ઓછા પાંચ તલા હિંગડો ગળે, તે તેના પેટમાં પવનને અને મળાશયમાં મળને અવરોધ થત નથી, તેથી તેને અજીર્ણ થઈ, પેટના વ્યાધિ થતા નથી. પ્રસૂતા સ્ત્રી ચાળીસ દિવસ સુધી વાયડાં શાક, ભાત, કઢી, નરમ દાળ અને ઉપર કહેલાં વિદાહી તથા ગુર્વાન્નનું સેવન ન કરે તે તે ચાળીસ દિવસ પછી સૂતિકાસ્નાનથી મુક્ત થઈ બહાર આવે, ત્યારે તેને ચહેરે લેહી ભરેલે, સશક્ત ને તેજસ્વી દેખાય છે. એ પ્રમાણે ટૂંકમાં અને અમારા અનુભવ પ્રમાણે સુવાવડને વિષય પૂરો કરતાં
આ.
૫
For Private and Personal Use Only