________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આયુર્વેદ નિબંધમાળા ,
- -
..
થાય છે. તે વખતે સુખડ ઘસીને તેના પાણીમાં જરાક સાકર નાખીને પાવાથી અથવા અડાયાની રાખેડી તેલા બેને આશરે પાણી શેર માં રાત્રે પલાળી મૂકી, તે પાણી સવારે કપડાથી ગાળીને પાવાથી ઊનવા મટે છે. ઘણી વાર સુવાવડી સ્ત્રીને નિકડુ એટલે ચેનિના હેઠ ઉપર અને બાજુમાં પુષ્કળ ખૂજલી થાય છે. તેવા વખતમાં તે ખૂજલી ઉપર તેલ ચોપડવું અથવા અડાયાંની રાખડી ઘસવાથી તે મટે છે. કેટલીક સ્ત્રીઓને ગર્ભાવસ્થામાં શરીરે સેજા આવે છે અને તે સજા ઘણી વાર બાળકને પ્રસવ થયા પછી એની મેળે ઊતરી જાય છે, પરંતુ ઘણીવાર એવું બને છે કે, એ સેજા બાળકના જમ્યા પછી પણ ઊતરતા નથી અને સુવાવડી સ્ત્રીની ઘણી ભયંકર અવસ્થા થઈ પડે છે. તે વખતે સજાની ચિકિત્સામાં મૂત્ર અને લેહભસ્મ અથવા “પુનરનવાદિ કવાથ” એ રોગ પર અકસીર ગણાય છે. પરંતુ પ્રસૂતાવસ્થામાં એ ઉપચાર સગવડભર્યો અને ફતેહમંદ નીડરતો નથી. પરંતુ એવી અવસ્થામાં જે “પંચામૃત પર્પટી” નાં અર્ધા અર્ધા વાલના ત્રણ પડીકાં મધ સાથે આપીને તેને ઘી ખાવાનું બંધ કરાવીને એ પપેટી ચાલુ રાખી હોય તે ઝાડાઊલટીને કાંઈ પણ ઉપદ્રવ નહિ થતાં, સજા એની મેળે ઊતરી જાય છે એવો અમારો ખાસ અનુભવ છે.
પંચામૃત પર્પટી બનાવવાની રીત એવી છે કે, પારે તે, ૨, ગંધક તા. ૨, તામ્રભસ્મ તે. ૧, લેહભસ્મ તે. ૧, અબ્રકભસ્મ તો. ૧, એ સર્વને વાટી કાજળી કરી લેખંડની કઢાઈમાં ઘી ચોપડી તેમાં તે કાજળી નાખી, ધીમે તાપે એ સઘળું પિગળાવવું. એ પીગળીને દ્રવરૂપ થાય એટલે ગાયના છાણ ઉપર કેળનું પાતરું પાથરી તે ઉપર કઢાઈમાંને દ્રવરૂપ પદાર્થ નાખી પાથરી દેશે અને તરત તે ઉપર બીજુ કેળનું પાતરું ઢાંકીને તે પાતરા ઉપર બીજું ગાયનું છાણ ઢાંકવું, અને તે ઠંડું પડયા પછી, કેળના પાતરાની વચમાંથી પપેટી
For Private and Personal Use Only