________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસવ અને પ્રસૂતાની સારવાર વાથી ઘણી વાર પ્રસૂતિને દોષ બાકી રહી જાય છે, તેથી પ્રદર (લિકેરિયા) થવાને સંભવ છે. પ્રદરના દદી વર્તમાનકાળમાં કઈ પણ પ્રકારની દવા નહિ વાપરનારી કેમોમાં તથા આપણામાં સુધરેલી ઢબે સુવાવડની સારવાર થયેલી પ્રસૂતામાં સેંકડે ૯૦ ટકા દેખાય છે. એ બાર વાસા દરમિયાન માત્ર ઘઉં, ઘી અને મધ ખાવાનું લખવામાં આવ્યું છે, પરંતુ મઠ, મગ, એ બે કઠોળ અને પાણી નાખ્યા વગરનું સૂરણનું શાક, તેલ, મરી અને ગરમ મસાલા સાથે ખાય તે હરકત નથી. આજકાલના સર્વ લેકે સુવાવડીને ઝામેલું પાણી પાય છે, પરંતુ તે એક ફારસ જેવું છે. કારણ કે એક ઇંટને કકડો લાલચોળ તપાવી અથવા એક લેખંડને કકડે લાલચોળ તપાવી તે ઉપર પાંચસાત દાણા લવિંગના મૂકી તે ગરમ કકડા પાણીમાં છમકારે છે અને તે પાણી પ્રસૂતાને પીવા આપે છે. પરંતુ પ્રસૂતાને પ્રથમ દશ વાસામાં અાવશેષ અથવા દ્વિપાદશેષ પાણી બનાવીને પીવા માટે આપ્યું હોય, તે ઘણા પ્રકારના વ્યાધિને નાશ કરે છે અને પછી બાર વાસા બાદ ત્રિપાદશેષ એટલે ઊકળતાં ત્રણ ભાગનું પાણી બાકી રહે, તે પાણીને ગાળીને ઠંડું પડયા પછી ચાળીસ વાસા લગી પાવામાં આવે તે ઘણું ઉત્તમ છે. કારણ કે એક ભાગ બળેલું પાણી પિત્તની શાંતિ કરે છે, બે ભાગ બળેલું પાણી કફની શાંતિ કરે છે અને આઠ ભાગ બળેલું પાણી વાયુની શાંતિ કરે છે. એટલા માટે કામેલા કરતાં ઉકાળેલું પાણી વધારે ફાયદાકારક છે. પ્રસૂતા સ્ત્રીને ઝામેલું કે ઉકાળેલું પાણી પાતાં એટલી સાવધાની રાખવાની છે કે, દિવસ ઊગ્યા પછી તૈયાર કરેલું પાણી, દિવસ આથમ્યા પછી પાવું નહિ; અને દિવસ આથમ્યા પછી તૈયાર કરેલું પાણી દિવસ ઊગ્યા પછી પાવું નહિ. કારણ કે એટલે કાળ વીત્યા પછી તે પાણી દુર્જર અથવા ભારે થઈ જાય છે. કેટલાક લોકોમાં એ રિવાજ છે કે,
For Private and Personal Use Only