________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માતાપિતાની કુચેષ્ટાથી ગર્ભમાં થતી વિક્રિયા ૯૯ હમેશાં ગ્લાનિવાળી અવસ્થામાં રહે, તે “જામજમાદાયુ:” એ વચન પ્રમાણે કામ, શેક અને ભયથી વાયુ ઉત્પન્ન થઈ, તે ગર્ભને સુકાવી નાખે છે, તેને આપણું લેકે “છેડ થઈ ગયું” એમ કહે છે. એ બાબતમાં સુકૃત, ચરક, વામ્ભટ્ટ અને શારે ગધર જેવા માન્ય ગ્રંથો તથા ભાવપ્રકાશ અને નિઘંટુરનાકર જેવા સંગ્રહગ્રંથે પણ વાયુથી શુષ્ક થયેલા ગર્ભને, ઉપવિષ્ટક નામથી ઓળખાવે છે અને તે અપરિમિતકાળ સુધી ગર્ભમાં રહી શકે છે. આ બાબતમાં પશ્ચિમની વિદ્યાને જાણનારા અને તે સિવાયના બીજા ચિકિત્સાશાસ્ત્રોને નહિ માનનારાઓને એવો મત છે કે, ગર્ભમાં બાળક ૨૮૦ થી ૩૦ દિવસ કરતાં વધુ વાર રહેતું જ નથી. પરંતુ એવા મતવાળાઓને જણાવવાનું કે, શુષ્ક થયેલા ગર્ભની ચિકિત્સામાં, આયુર્વેદના આચાર્યો પૌષ્ટિક, બળવર્ધક, અને વાયુને પરિહારક ઔષધિઓ તથા ખેરાક આપવાનું નિદાન કરે છે. તે ઉપરાંત અનેક ઠેકાણે, એવા શુષ્ક ગર્ભને પોષણ કરી, પ્રફુલાવસ્થામાં લાવી, બાળકરૂપે જન્માવવા માટે માંસરસ આપવાની ભલામણ કરે છે. એ ઉપરથી સાબિત થાય છે કે, માંસાહારી પ્રજામાં માંસાહારને લીધે તેની ગરમીથી વાયુ કેપ પામી ગર્ભને સૂકવી શકતા નથી. પશ્ચિમનાં શાસ્ત્રોમાં એ વાતનું પ્રતિપાદન ન કરવામાં આવ્યું હોય, તે તેમાં કંઈ આશ્ચર્ય પામવા જેવું નથી, પરંતુ અમારા આયુર્વેદમાં આ વિષયને ટૂંકમાં પણ ખુલેલા શબ્દોમાં ચર્ચવામાં આવે છે. એવી રીતે બાળકને ગર્ભાશયમાં રહેવાની કાળમર્યાદા બાંધી શકાતી નથી. એ ઉપરાંત ગર્ભિણી માતા પિતાના મનેવિકારને તાબે થઈ, જેવા જેવા વિચારનું સેવન કરે છે, તેવા તેવા સ્વભાવવાળા પુત્રને ઉત્પન્ન કરે છે.
For Private and Personal Use Only