________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગણિીના રંગેની ચિકિત્સા
ખાઈ શકતી નથી અને જે ખાધું હોય તે જીવ કચવાઈને ઊલટી થઈ ખાધેલું અન્ન નીકળી જાય ત્યારે જ તેને શાતિ થાય છે. તેવી અવસ્થામાં દિવસે ચડતા જાય છે અને એ ઉપદ્રવ, અભાવે અથવા અરજના નામથી ઓળખાય છે. તે સ્ત્રીને ઊલટી થાય છે, જીવ ગભરાય છે, ચક્કર આવે છે, આંખે અંધારાં આવે છે, શરીરનું બળ ઘટતું જાય છે, ખોરાક ખવાતું નથી અને એટલી બધી પીડા થાય છે કે, તે સ્ત્રીને અસહ્ય થઈ પડે છે, તેમાં ખાસ કરીને તે સ્ત્રીથી ભાવતે રાક અને ભાવતાં વ્યસન બિલકુલ લઈ શકાતાં નથી, એટલે કે જે પાનસોપારી ખાવાની ટેવ હોય તે તેને મોંમાં મૂકતાં તરત ઊલટી થાય છે અને આવી અવસ્થા માં કઈ પણ વૈદ્ય ભાગ્યેજ તેને ઓસડ આપી શકે છે. ઊલ ટીના રોગને શાસ્ત્રમાં “છદિ રેગ” એવું નામ આપ્યું છે અને તેમાં ગર્ભથી ઉત્પન્ન થતી છદિને એક પ્રકાર લખ્યા છે. એવી ઊલટીને માટે અને ઉપર કહેલા અભાવાને લીધે થતી ગભરામણને સહેલામાં સહેલે ઉપાય એ છે કે, ચાર રૂપિયા ભાર ઠંડું પાણી લઈ, તેમાં ખાટું લીંબુ નંગ એક નિચોવી કોઈ પણ જાતનું ગળપણ નાખ્યા સિવાય પાવું; તેથી ગભરામણ અને ઊલટી નરમ પડી જાય છે, એટલું જ નહિ પણ સ્ત્રીને ખાધેલે ખોરાક હજમ થઈ, પ્રકૃતિ સુધરી જાય છે. આ ઉપચાર ખાસ અનુભવે છે. આપણા લોકોમાં એવું કહેવાને સાધારણ રિવાજ પડી ગયો છે કે, ગર્ભિણ સ્ત્રીને ખટાશ ખવડાવવામાં આવે તે તે ખેંચાઈ જશે અથવા તેના સાંધા રહી જશે અથવા તેને પ્રસવ થતી વખતે મહા કષ્ટ પડશે; પરંતુ આ ખટાશથી બિલકુલ ડરવાનું કારણ નથી. કેમકે ખટાશ સાથે જે ગળપણ મેળવવામાં આવે તે જ તે શરદી કરે છે. આયુર્વેદના સિદ્ધાંત પ્રમાણે તે માટે રસ ગરમ છે, પરંતુ આમલીની ખટાશમાં ગળપણ મળેલું છે,
For Private and Personal Use Only