________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉત્તમ ગુણકર્મવાળી અને રૂપાળી સંતતિને ઉપાય હ૧ નિર્બળને મારી ખાય” “ધનવાન ગરીબને ચૂસી ખાય અને વિદ્વાન મૂર્ખાઓને ગુલામ બનાવે.”એટલે બળવાન, ધનવાન અને વિદ્વાન મનુષ્ય, આદર્શરૂપ ગણાય અને નિર્બળ, દરિદ્રી તથા મૂખ માણસો સૃષ્ટિમાં ભારરૂપ મનાય છે.
એ પ્રમાણે વિચાર કરતાં, મનુષ્યમાત્રની ફરજ છે કે, ઉપર બતાવેલા ત્રણ પ્રકારનાં આદર્શરૂપ સંતાન ઉત્પન્ન કરવાને ભૂમિકા શુદ્ધ કરી, તેને સંસ્કાર આપી એટલે ખાતર નાખી તેમાં શુદ્ધ બીજનું વાવેતર કરી, બળવાન, ધનવાન અથવા વિદ્વાન સંતતિ ઉત્પન્ન કરવાનો પ્રયાસ કરે. એવી રીતને ત્રણ પ્રકારની સંતતિ ઉત્પન્ન કરવા માટે પ્રયાસ જે દેશમાં ચાલુ થાય, તો કાળકમે કરીને તે દેશની પ્રજા સાર્વભૌમ સત્તા ભેગવવાને લાયક થાય; પરંતુ જે દેશમાં પ્રારબ્ધવાદથી પ્રજા પરાભવને પામી, જડરૂપ બનેલી હોય, તે તે જડરૂપ પ્રજામાંથી ચૈતન્યરૂપ ઉત્તમ ગુણકર્મવાળી અને રૂપાળી સંતતિ ઉત્પન્ન કરવાની આશા શી રીતે રાખી શકાય એટલા માટે કહેવાની જરૂર છે કે, સ્ત્રીપુરુષના ધમને જાણી તે ધમની આડે આવનારાં જેટલાં બંધને, પછી તે રૂઢિથી કે ધર્મથી ઉત્પન્ન થયાં હોય તેનું મૂળ છેદન કરી, જેમ પૃથ્વીને ફાડીને વૃક્ષ પોતાનું સ્વરૂપ બહાર પાડે છે, તેમ રૂઢિનાં બંધનેને ચીરીને, સૃષ્ટિની શોભારૂપ આદર્શ પ્રજા બનાવવાનો પ્રયત્નવાન થવાની મનુષ્યમાત્રની ફરજ છે.
પછ
For Private and Personal Use Only