________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસવ અને પ્રસૂતાની સારવાર
૧૦૦
-
-
છે અને તેથીજ છઠ્ઠીને દિવસે વિધાત્રી નહિ, પણ વિધાતા એટલે પરમાત્મા અથવા કુદરતથી નિર્માણ થાય છે, તેને “છીના લેખ” એવું નામ આપવામાં આવ્યું છે. હવે વિચાર કરે છે, પ્રસૂતિ થવાથી નિર્બળ થયેલી અને પ્રસૂતિકાળમાં શરીરની અશુચિ અને પાણી આદિથી ભેજવાળી અને અંધારામાં આચ્છાદિત થયેલી, હવા અને ઉજાસ રહિત સ્થાનમાં અકડાયેલી પ્રસૂતાના મન પર કેવી જાતની અસર થશે, તેને વિચાર કર્યા વિના, તેને તૂટેલી, ફાટેલી, ગંધાતી, મેલી અને નહિ વપરાયલી અવાવરુદડીઓમાં સુવાડી, તેની ઉપર જુલમ ગુજારવામાં આવે છે, તે પછી તે સ્ત્રી આનંદના અને નીતિના વિચારોનું સેવન શી રીતે કરી શકે? અર્થાત્ એવું સમજાય છે કે, જે સુવાવડી સ્ત્રીને અંધારામાં અને અશુચિમાં રાખ્યા પછી કાંઈ રેગ ઉત્પન્ન થાય, તે તેની સારવાર માટે વૈદ્યો અને ડોકટરોની ફી તથા દવાના બિલના સેંકડે રૂપિયા ખર્ચાય પણ એક સુવાવડી સ્ત્રીને સુખ, આરામ અને આરોગ્ય આપવા માટે, જૂજ રકમના બિછાનાની કસર કરવામાં આવે એ કેટલું બધું ખેદકારક અને શેચનીય છે?
ઉપર જણાવી ગયા તેમ પ્રસૂતિગૃહ ઉત્તરાભિમુખ અથવા પૂર્વાભિમુખનું રાખવું, તેનું કારણ એવું છે કે, જે દક્ષિણાભિમુમુખનું દ્વાર કરવામાં આવે, તે પ્રસૂતાને ઉત્તર દિશામાં માથું રાખવાને પ્રસંગ આવે, અને ઉત્તર દિશાએ લેહચુંબકને પહાડ આવવાથી તથા તે લેહચુંબક, લેખંડને આકર્ષણ કરનાર હેવાથી, પ્રસૂત થયેલી સ્ત્રીના શરીરમાં પૌષ્ટિક તત્વ એટલે જે લેહને ભાગ છે, તેના ઉપર આકર્ષણનું જોર વધવાથી, તેના શરીરના બળને ઘટવાને અને મગજના જ્ઞાનતંતુને ખેંચવાને સંભવ હોવાથી, તે પ્રસૂતાને આંકડી, લક અથવા એજ મહાન વાતયાધિ ઉત્પન્ન થવાને સંભવ છે. તેવી જ રીતે પશ્ચિમાભિમુખતું
For Private and Personal Use Only