________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસવ અને પ્રસૂતાની સારવાર ૧૦૭ ત્યારે તે સ્ત્રીને પિચા ઓશિકાવાળી પથારી ઉપર પગ મૂકીને ઉભડક બેસાડવી. તે વખતે તે સ્ત્રીની સારવાર કરનારી અથવા પ્રસૂતિ કરાવનારી, જેના ઉપર કોઈ પણ જાતને વહેમ ન હોય એવી, પ્રસૂતિની ક્રિયામાં કુશળ, જેના નખ સારી રીતે ઉતરાવી નાખ્યા હોય અને જે પ્રસૂતાનું પ્રસન્ન ચિત્તથી હિત કરનારી હોય, એવી કુશળ, અનુભવી ચાર સ્ત્રીઓને તે કામમાં રેકવી. છોકરું અવતરવાના માર્ગને ચારે કોર તેલ ચેપડયા પછી, તેઓમાંથી એક સુયાણીએ તે કષ્ટાતી સ્ત્રીને કહેવું કે, “બાઈ, જે તને બરાબર પીડ ન આવતી હોય તે જેર કરીશ નહિ, પણ જે બરાબર પડ આવતી હોય તે જેર કરજે. પ્રથમ ધીરે ધીરે થોડું જેર કરજે અને પછી વધારે જોર કરજે. તારો ગર્ભ નિના દ્વારમાં આવે ત્યારે ત્યાંથી નીકળીને એર સહિત ધરતી પર પડતાં સુધી બહજ જેર કરજે.” જે સમય વગર જેર કરવામાં આવે તે પ્રસવ થતું બાળક, મૂંગું, બહેરુ, ખૂછું શ્વાસના રોગવાળું, ઉધરસવાળું, ક્ષયવાળું કે શિથિલ શરીરવાળું આવે છે.
હવે આ વિષય ઉપર થોડુંક વિવેચન કરવાની જરૂર છે. તે એવી રીતે કે, હાલમાં ચાલતા રિવાજ પ્રમાણે, પ્રસૂતાને પ્રસૂતિ. ગૃહમાં એક એવી શમ્યા ઉપર સુવાડવામાં આવે છે કે, તે સુવાડનાર માણસને તે શય્યા ઉપર ચાર રાત્રિ સૂવાને હુકમ કર્યો હોય તે તે જરૂર મરી જાય અથવા મરવા પડે. તે આવી તદ્દન શિથિલ થઈ ગયેલી પ્રકૃતિવાળી, શ્રમ અને થાકથી કંટાળી ગયેલી, જેને આરામની ઘણું જરૂર છે એવી સ્ત્રીને તેને મનને આનંદ આપવાની ફરજને ભૂલી જઈ, એક દેરીથી ભરેલો ખાટલે અને તે ખાટલા પર કામળ અથવા ટાટના ફાટેલા, ગંધાતા કકડા પાથરેલા હોય છે! જેમાંથી ગંધ અને જંતુને ઉદ્ભવ થાય એવા બિછાના ઉપર દશ દિવસ ગાળવાની ફરજ પાડવામાં આવે છે;
For Private and Personal Use Only