________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦
શ્રી આયુર્વેદ નિબંધમાળા દ્વાર રાખવામાં આવે છે, તે સ્ત્રીને પૂર્વ દિશામાં માથું રાખવાની જરૂર પડે છે. તેથી સૂર્યના ઉદયથી અસ્ત લગીમાં, તેના શરીર ઉપર સીધાં કિરણો પડવાથી પ્રસૂતાના શરીરમાં અત્યંત લેહીને ઉકાળે થાય અને તેથી, તેના હૃદયનાં ફેફસાં, યકૃત અને પ્લીહા જેવા લેહીના બનાવનારા, લેહીને સુધારનારા અને લોહીને રંગનારા અવયવે ઉપર ભારે અસર થતાં લોહીની ગતિમાં મેટે ફેરફાર થાય છે. તેથી તે સ્ત્રીનું દૂધ વિકારવાળું થાય છે અને તેથી, તે દૂધ ધાવનાર બાળકને વૃદ્ધિ પામતું અટકાવી રેગી અવસ્થામાં લાવી નાખે છે. કદાચ કોઈએ વિચાર કરે છે, પશ્ચિમાભિમુખ અથવા દક્ષિણાભિમુખનું દ્વાર રાખીશું, તથાપિ તે સ્ત્રીને ઉત્તરાભિમુખ કે પૂર્વાભિમુખ સુવાડીશું નહિ, જેથી ઉપર લખ્યા મુજબની અસર માંથી બચાવી શકીશું; પરંતુ તેમ બનવામાં ઘણી અડચણે છે. કારણ કે દક્ષિણ દિશાએથી આવતે પવન ગરમીથી ભરેલો અને ઝેરી હોય છે અને એટલાજ માટે “દક્ષિણે યમાલય” કપેલું છે. તે તરફનું દ્વાર ખુલ્લું રહેવાથી એ ઝેરી પવનની અસર પ્રસૂતા ઉપર થાય છે, જેથી તેને વ્યાધિગ્રસ્ત થવાને વિશેષ સંભવ છે. તેવી જ રીતે પશ્ચિમાભિમુખનું દ્વાર હોય તે પશ્ચિમ સમુદ્રમાંથી પાણી ભરેલે પવન પ્રસૂતિગૃહમાં આવવાથી પ્રસૂતાને નિર્મલાવસ્થામાં શરદી ઉત્પન્ન કરી, તેના લેહીમાં પાણીને ભાગ વધારી, તેને મંદાગ્નિ, સેજા વગેરે દરદ ઉત્પન્ન કરવાને સહાયભૂત થાય છે. એટલું જ નહિ પણ ચાર હાથ પહોળી જગ્યામાં આડે ખાટલે રાખવાથી પ્રસૂતાની સારવાર કરનાર પરિચારિકાઓને તે જગ્યા સાફસૂફ કરતાં, બાળકને લેતાંમૂકતાં, પ્રસૂતાના મળમૂત્રને દૂર કરતાં અને ઉત્તરના તથા પૂર્વના પવનને રોકતાં તેમજ સૂર્ય અને ચંદ્રના આકર્ષણને પ્રતિબંધ કરતાં મેટી અગવડો વેઠવી પડે છે. એટલા માટે આયુર્વેદાચાર્યોએ પ્રસૂતિગૃહ, પૂર્વાભિમુખ કે ઉત્તરાભિમુખ રાખવાનું નિર્માણ કરેલું છે.
For Private and Personal Use Only