________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આયુર્વેદ નિબંધમાળા સ્વીપણે વર્તનારા થાય છે તે દેશ પતિત થઈ, પડતે પડતે છેલ્લે ગુલામગીરીમાં સપડાય છે. તે પાપમાંથી મુક્ત થવા માટે કુદરતના નિયમને અનુસરીને વર્તન રાખવું, એનું નામ “ધમ” ગણીને, તે પ્રમાણે વર્તનાર મનુષ્ય ધાર્મિક વૃત્તિના ગણાય છે; અને જે દેશ એ પ્રમાણે વર્તતે હોય, તે દેશ તે ધર્મના પ્રભાવથી ઉન્નતિને પામી, સર્વને શિરોમણિ, બળવાન, ધનવાન અને વિદ્વાનમાં ગણાઈ, ઈતર દેશ પર આધિપત્ય ભેગવવાવાળો થાય છે. એટલા માટે આપણે સારી સંતતિ ઉત્પન્ન કરવા માટેના કુદરતના નિયમને તાબે થઈ જે ગર્ભને ઉત્પન્ન કર્યો છે, તે ગર્ભને પ્રસવ કરાવી ગર્ભવતીની પ્રસૂતાવસ્થામાં તેની સારવાર કેમ કરવી, તે આ નિબંધ લખવાને ઉદ્દેશ છે.
જે સ્ત્રી નવમે, દશમ, અગિયારમે કે બારમે અથવા વિકાર પામી ગમે તેટલા માસે કે વર્ષે પ્રસૂતા થવાને લાયક જણાય તે વખતે, તે સ્ત્રીને માટે આઠ હાથ લાંબું, ચાર હાથ પહોળું, પૂર્વભિમુખ અથવા ઉત્તરાભિમુખનું સુશોભિત હવા અને ઉજાસને સમાનભાગે પ્રવેશ કરાવે એવું, ભેજ વગરનું, સ્વચ્છતાવાળું એક સ્થાન તૈયાર કરાવવું અને જ્યારે પ્રસ્તાવસ્થાના પૂર્વાચિહનરૂપ પેટ પિચું પડી જાય, હૃદયના બંધ મકળા થઈ જાય, પેઢામાં શૂળ મારવા માંડે તથા કેડમાં અને પીઠમાં પીડા થાય, ઝાડ તથા પિશાબ વારંવાર કરવું પડે એવું દેખાય, ત્યારે તેને પ્રસૂતિકાળ પાસે આવ્યો છે એમ જાણી, પ્રસૂતિગૃહનું જે સ્થાન મુકરર કર્યું છે તે સ્થાનમાં પ્રવેશ કરાવવું. તે પછી તે સ્ત્રી પ્રસૂતા થવાને તૈયાર થાય ત્યારે તેનાં ગાત્રામાં તેલને અત્યંગ કરી, તેને ઊના પાણીથી નવરાવીને, જેમાં વજનસર ઘી નાખેલું હોય એવી ગોળ, અસાળિયે, સૂંઠ, તજ, અક્કલગરે અને તેજબળના મસાલાવાળી, ગોળના પાણીમાં ઉકાળેલી રાબ પાવી અને જ્યારે પીડા વધે
For Private and Personal Use Only