________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા ઉકાળો કરીને ટાઢે પડ્યા પછી મધ નાખીને પીવાથી સુવારેગની શાંતિ થાય છે. અથવા દેવદાર, વજ, પાનની જડ, પીપર, સૂંઠ, કાયફળ, મથ, કરિયાતુ, કડુ, ધાણા, હરડાં, ગજપીપર, રીંગણ,ગેખ રુ, ધમાસે, અતિવિષ, ગળે, બીલી, અને શાહજીરું એને ઉકાળે કરી તેમાં સિંધવ અને હિંગ મેળવીને પીવાથી શૂળ, ખાંસી, તાવ, શ્વાસ, મૂછ, કંપ, મસ્તકપીડ, લવારો, તૃષા, દાહ, તંદ્રા, અતિસાર અને ઓકારી એટલા ઉપદ્રવવાળા ત્રિદેશાત્મક સુવારેગને નાશ થાય છે. સુવાવડ મળ્યા પછી સુવાવડીને પંચરક પાક ખવાડ. તેની રીત આ પ્રમાણે છે-જીરું, શાહજીરું, સુવા, વરિયાળી, અજમેદ, અજમે, ધાણા, મેથી, સૂંઠ, પીપર, પીપળીમૂળ, ચિત્રક, વાયવડિંગ, ભંયકેળાનું ચૂર્ણ એ દરેક ચીજ ચાર ચાર તેલ લઈ તેમાં ચાર તોલા ગોળ, એકસો અઠ્ઠાવીશ તેલા દૂધ અને સોળ તેલા ઘી મેળવીને તેને પાકની વિધિ પ્રમાણે પાક કરે. તે પાક તેને ખવડાવવાથી સુવારેગ મટે છે, એટલું જ નહિ પણ પ્રસૂતાના નિરોગ, તાવ, ક્ષય, ખાંસી, દમ, કાશ્ય, (સુકાઈ જવું) પાંડુરોગ, અને વાયુના રોગને પણ નાશ થાય છે.
સૌભાગ્યસૂઠી પાકા–ધી ૩૨ તોલા, દૂધ ૫૧૨ તોલા, સાકર ૨૦૦ તેલા, તેમાં સૂંઠનું ચૂર્ણ ૨૦૦ તેલ મેળવીને ગેળના પાક જેવી ચાસણી કરવી; તેમાં ધાણ તોલા ૧૨, વરિયાળી તેલ ૨૦, વાયવડિંગતેલા ૪, સૂવા તોલા ૪, જીતેલા ૪, અને સૂંઠ, મરી, પીપર, મેથ, તમાલપત્ર, નાગકેશર, બીલીને ગભ એ દરેકનું ચચ્ચાર તોલા ચૂર્ણ મેળવી, તેને પકાવવું. આ પાકને નાગરખંડ” પણ કહે છે. સ્ત્રીને માટે આ ઘણું ઉત્તમ પાક છે. જેથી તૃષા, ઊલટી, જવર, દાહ, શેષ, ખાંસી, પ્લીહા, કૃમિ અને મંદાગ્નિને નાશ થાય છે. અથવા સુંઠ ૩ર તેલા, થી ૮૦ તેલા, દૂધ ૨૫૬ તલા, સાકર ૨૦૦ તેલ અને શતાવરી, જીરુ, સૂઠ,
For Private and Personal Use Only