________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગર્ભિણીના રોગોની ચિકિત્સા ૧૦૩
ગર્ભનિવારણ પ્રયોગ જે પીપર, વાયવર્કિંગ અને ટંકણખાર; એનું સમભાગે ચૂર્ણ કરી જતુકાળે જે સ્ત્રી પીએ તેને ગર્ભ રહેતું નથી. અથવા જાસૂદનું ફૂલ કાંજીમાં વાટીને જે રજસ્વલા પીએ અને ઉપરથી ચાર તેલા ગેળ ખાય તે તે સ્ત્રીને કદી ગર્ભ ધારણ કરે નહિ. અથવા જે સ્ત્રી સિંધવને કટકે તેલમાં બળીને નિમાં ધારણ કર્યા પછી પુરુષથી રમે તેને કદી પણ ગર્ભ ધારણ થશે નહિ. અથવા જે સ્ત્રી તાંદળજાનાં મૂળને ચોખાના ધાવણમાં વાટી તુસ્નાત થયા પછી ત્રણ દિવસ પીએ તે સ્ત્રી વંધ્યાપણાને પામે છે.
સુવારેગનું નિદાન અને ચિકિત્સા શરીર ભાંગે, તાવ આવે, કંપારી થાય, તરસ લાગે, અંગ સજજડ થાય, સોજા, શૂળ અને ઝાડા એવાં લક્ષણ જેને થાય તેને સુવારેગ થયે છે, એમ જાણવું. જે પ્રસૂતા સ્ત્રીને ભળતેજ ઉપચાર કરીને અથવા દુષ્ટાન્ન અથવા દુષ્ટ પાણીના સેવન કરવાથી અથવા વિષમાસન, અજીર્ણ અને ભેજન ઈત્યાદિને લીધે જે ભયંકર રોગ ઉત્પન્ન થાય છે તે આ પ્રમાણે છે. વાયુ કુપિત થઈને સ્વસ્થાનમાંથી છૂટેલા રુધિરને અવરોધ કરીને પ્રસૂતાના મસ્તક, હૃદય અને બસ્તિમાં શૂળ ઉત્પન્ન કરે છે, જેને મક્કલ કહેવામાં આવે છે અને તાવ, ઝાડા, સેજા, પેટનું ફૂલવું, અશક્તિ, કફ, વાતજન્ય રોગથી ઉત્પન્ન થનારું આળસ, અદ્વેષથી મોઢામાંથી પાણી છૂટવું એવા વિકાર થાય છે, તે સવની સુવારગમાં ગણના કરવી અને તેમાં માંસ, બળ અને અગ્નિ એ ક્ષીણ થાય ત્યારે કષ્ટસાધ્ય જાણવાં. આ સુવા રોગમાં એકાદ પ્રકાર પ્રાધાન્ય ભેગવી, બાકીના ઉપદ્રવરૂપે તેની સાથે રહે છે, એવું જણાય, ત્યારે ગળો, સૂંઠ, કોવચબીજ, લજામણું, ઊંટકંટા, પંચમૂળ, નાગરમોથ એને
For Private and Personal Use Only