________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨
શ્રી આયુર્વેદ નિબંધમાળી બંધ થઈ જાય છે અને પછી તેને શૂળ ઉત્પન્ન થાય છે. અથવા ઉષ્ણ વાત (ઊનવા) પણ થાય છે. ત્યારે તેને જવખાર ઘીમાં ચટાડવાથી, અથવા તે ઊના પાણીમાં પાવાથી પેશાબની છૂટ થાય છે.
કેટલીક સ્ત્રીને પ્રસવ થયા પછી પાણીની તરસ અને છાતીની ગભરામણ, એટલી બધી વધી પડે છે કે, તે વખતમાં જે યોગ્ય ઉપચાર ન થાય તે આંકડી (આક્ષેપક) થઈ જાય છે, અથવા તેનું મરણ થાય છે. તેવા વખતમાં ફુલાવેલી ઘાપાણ આશરે વાલ બે બકરીના અથવા ગાયના દૂધમાં મેળવી પાવાથી તુરત ફાયદો થાય છે. આ ઉપાય અનુભવે છે.
ચાલુ પ્રકરણમાં ગર્ભપ્રદ અને ગર્ભનદનાથોડા પ્રયોગ લખી, આ નિબંધ સમાપ્ત કરીશું. ગર્ભપ્રદ પ્રગઃ -દિવેલીની મીજ અને બિજેરાંનાં બિયાં વાટીને ઘીમાં મેળવી પીવાથી ગર્ભ ઉત્પન્ન થાય છે. અથવા લમણાનું મૂળ ગળામાં બાંધવાથી અને તે ઘીમાં ઘસીને તેને નાસ લેવાથી ગર્ભ ઉત્પન્ન થાય છે. અથવા એક બિજેરાનાં જેટલાં નીકળે એટલાં બિયાં દૂધમાં વાટીને ઋતુમતી સ્ત્રીને પાવાથી ગર્ભ રહે છે. અથવા આસનને ઉકાળો મેળવીને દૂધ ઉકાળવું અને તેમાં ઘી મેળવીને તુસ્નાત થયા પછી ત્રણ દિવસ પાવાથી તે સ્ત્રી ગર્ભ ધારણ કરે છે. અથવા પારસ પીપળા નાં બીજ અને જીરું એ બેનું ચૂર્ણ કરી વાસી પાણી સાથે ફાકવાથી ગર્ભ ધારણ થાય છે. અથવા મીઠી દૂધીનું મૂળ અને કોઠાને ગર્ભ, દૂધમાં મેળવીને પીવાથી, તે સ્ત્રીને પુત્ર ઉત્પન્ન થાય છે, કન્યા ઉત્પન્ન થતી થતી નથી. પેળી ભેંયરીંગણીનાં મૂળ દૂધમાં ઘસીને પાવાથી ગર્ભ રહે છે. કેટલાક આચાર્યોને એ મત છે કે, આ મૂળને દૂધમાં ઘસીને જમણું નાકથી પીવામાં આવે તે પુત્ર ઉત્પન્ન થાય છે અને ડાબા નાકથી પીવામાં આવે તે પુત્રી ઉત્પન્ન થાય છે; ખરીટી વાત પરમેશ્વર જાણે.
For Private and Personal Use Only