________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯ઠે.
શ્રી આયુર્વેદ નિબંધમાળે કાંચળી અથવા તગરને ધુમાડે ચેનિદ્વારમાં આપ. અથવા કૌવચનાં મૂળને દોરીથી બાંધી હાથે બાંધવાં. અથવા સૂરજમુખી કિંવા ઇંદ્રવારણના મૂળને યોનિમાં ધારણ કરવું. અથવા પીપર અને ઘેડાવજ પાણીમાં ઘસીને, તેમાં થોડું દિવેલ મેળવીને
નિમાં લેપ કર, જેથી સ્ત્રીને સુખરૂપ પ્રસવ થાય છે. અથવા બિજોરાનું મૂળ અને જેઠીમધનું ચૂર્ણ કરી, ઘીમાં મેળવી પાવું જેથી સ્ત્રીને સુખે પ્રસવ થાય છે. અથવા શેરડીનું ઉત્તર દિશાનું મૂળ લઈ ગર્ભિણીની લંબાઈ જેટલા સૂતરના સાત તાર લઈ તેમાં બાંધી, કમરે બાંધવાથી આસાનીથી જલદી પ્રસવ થાય છે. તાડનું ઉત્તર દિશાનું મૂળ લઈ, ઉપર પ્રમાણેની વિધિથી કમ્મરે બાંધવાથી જલદી પ્રસવ થાય છે. અથવા અપામાર્ગ (ઝંઝટેનું મૂળ ઉપર પ્રમાણે કમ્મરે બાંધવાથી સુખરૂપ પ્રસવ થાય છે. જ્યારે સ્ત્રી કષ્ટાતી હોય, ત્યારે જે જે ક્રિયાથી પ્રસૂતિ જલદીથી થાય છે તે તમામ કિયા, મૃતગર્ભ ઉપર પણ અજમાવવી.
જે ગર્ભાશયમાં ગર્ભ મરણ પામે છે એમ ખાતરી થાય, તે ગર્ભિણીના બચાવ માટે, નિર્ભય, ચતુર અને શસ્ત્રવિદ્યામાં કુશળ વૈદ્યોએ, પિતાને હાથે થી પડીને, તે હાથ નિમાં મૂકી, ગર્ભને કાપી કાઢ; પરંતુ સજીવ ગર્ભને કદી પણ શસ્ત્રથી કાપીને કાઢ નહિ. સજીવ ગર્ભ પર શસ્ત્રક્રિયા કરવાથી, તે ગર્ભ મરી જાય છે અને ગર્ભિણીને પણ મારી નાખે છે. તેમજ ગર્ભસ્થાનમાં ગર્ભ મરી ગયે છે એવું નકકી થયા પછી એક ક્ષણમાત્ર પણ ઉપેક્ષા કરવામાં આવે છે, તે માતાને મારી નાખે છે. એટલા માટે મરણ પામેલા ગર્ભને જેમ બને તેમ તાકીદે, તેનું જે અંગ અથવા વિભાગ મેનિની સામે આવ્યો હોય તેને વૈધે કાપીને કાઢવો; અને જેમ બને તેમ સ્ત્રીનું રક્ષણ કરવું. એ પ્રમાણે ગર્ભનું શલ્ય કાઢી નાખ્યા પછી તે સ્ત્રીને ઊંચા પ્રકારના તેલને
For Private and Personal Use Only