________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આયુર્વેદ નિબંધમાળા
કેકમની ખટાશમાં તેલ મળેલું છે, માટે એ ખટાશ આપતાં શરદીનો ભય ઉત્પન્ન થાય એ સ્વાભાવિક છે. પણ લીંબુની ખટાશમાં ખાટો, કડ, તૂરે, ખારો અને મધુર એ પાંચ રસો મળેલા હોવાથી તે “પંચામૃત” જેટલું કામ કરી, શરીરને આરોગ્ય આપે છે, એટલા માટે ખાટા લીંબુનો રસ પીવાને ભલામણ કરી શકાય છે. કેટલીક ગર્ભિણને તાવ આવે છે, અને તે તાવ ઘણા દિવસ ઔષધ વિના ચાલુ રહેવાથી, તેનું પરિણામ ઘણું ભયંકર આવે છે. કારણ કે પ્રસૂતિ થયા પછી, તેજ તાવ શરીરમાં નબળાઈ વધવાને લીધે વધારે બળવાન બને છે, અને તે ગર્ભિ ણને વર “પ્રસૂતિજવરમાં ફેરવાઈ જઈ પરિણામે ક્ષયનું રૂપ ધારણ કરે છે; માટે ગર્ભિણીને તાવ આવતે હેય તે. મહુડા, સુખડ, વાળ, ઉપલસરી, જેઠીમધ અને પદમકાષ્ઠ એને ઉકાળે મધ મેળવીને આવે અથવા સુખડ, ઉપલસરી, લેધર ને દ્રાક્ષ એને ઉકાળે સાકર મેળવીને આપ. અથવા દૂધી મગજ, પહાડમૂળ, વાળ, મેથ એને ઉકાળો કરી, ઠંડો પડ્યા પછી પાવે, જેથી તાવની શાંતિ થાય છે. જે ગર્ભિણીને તાવ “વિષમજવર”નું રૂપ પકડે, તે ગધેડીના દૂધમાં સૂંઠ ઘસીને પાવાથી તેની શાંતિ થાય છે. જે ગર્ભિણી સ્ત્રીને “નવરાતિસાર” એટલે તાવની સાથે ઝાડા થતા હોય તે મજીઠ, જેઠીમધ, લેધર એનું ચૂર્ણ કરી, સાકરના ઊને પાણી સાથે આપવું. અથવા આંબાની ગોટલી, જાંબુના ઠળિયા અને જે તે મળવાને સંભવ ન હેય તે, આંબા તથા જાંબુડાની છાલ અને ભાતની ધાણીને ઉકાળો કરી, આપ. અથવા આંબા તથા જાબુડાની છાલનું ચૂર્ણ કરી, ભાતની ધાણીની કાંજી બનાવી તેમાં તે ચૂર્ણ નાખી પાવું. તેથી અતિસાર, સંગ્રહણી અને મરડો બંધ થાય છે. જે ગર્ભિણીને ઊલટી થતી હોય તો સૂઠને ઉકાળે કરી, તેમાં જવ
For Private and Personal Use Only