________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉત્તમ ગુણકર્મવાળી અને રૂપાળી સંતતિને ઉપાય ૮૧ એ મુખ્ય પાત્ર છે અને પુરુષ તેને સહાયકારી છે. જે પુરુષ ગમે તે વિદ્વાન, ડાહ્યો અને બુદ્ધિશાળી હોય પરંતુ તેને સ્ત્રી એવા ગુણવાળી ન મળી હોય તે તેની સંસારની શોભા વધારવાની ઇચ્છા નિષ્ફળ થાય છે. અર્થાત્ તે મરજી પ્રમાણેના બાળક ઉત્પન્ન કરી શકતો નથી. પણ જે ઉપર કહેલા પુરુષના જેવા ગુણવાળી સ્ત્રી હોય અને પુરુષ તે ન હોય, તે સ્ત્રી પોતાના અધિકાર પ્રમાણે ઉત્તમ સંતતિ ઉત્પન્ન કરી શકે છે. માટે ઉત્તમ સંતતિ ઉત્પન્ન કરવા સારુ પ્રથમ સ્ત્રીને અધિકારિણી બનાવવાની ખાસ જરૂર છે અને પુરુષને તેના સહાયક થવા માટે અધિકાર મેળવવાની ખાસ જરૂર છે. જે સ્ત્રી અને પુરુષ સરખાં અધિકારી હોય, પછી ભલેને તે ડું ભણેલાં, નિધકે કેઈ અવ્યવસ્થિત દશામાં મુકાયેલાં હોય તો પણ તેઓ પિતાના અધિકારથી સારી સંતતિ ઉત્પન્ન કરી શકે છે.
અત્રે એ સવાલ થાય છે કે, સારી સંતતિ એટલે શું? શરીરે ગૌરવણ, ભરાવદાર, બળવાન અને રૂપાળી સંતતિ સારી કહેવાય કે શરીર ભલે રૂપાળું ન હોય, પણ વિદ્વાન, ધીમાન અને અશ્વ ર્યવાન સંતતિ સારી કહેવાય? અથવા ઉપરોક્ત ગુણવાળી સંતતિ ઉત્પન્ન થયા છતાં, તેમાં આત્મબળની ખામી હોય તે ઉત્તમ ગણાય? આ પ્રશ્નનો ઉત્તર અમારી બુદ્ધિ પ્રમાણે, જેનું શરીર, જેનું અંતઃકરણ અને જેને આત્મા સુશોભિત હોય તેજ ઉત્તમ સંતતિ ગણાય, નહિ તે એકલા શરીરની શોભાવાળો પુત્ર કાંઈ ઉત્તમ ગણાય નહિ. જેમકે -
यौवनं धनसम्पत्तिः प्रभुत्वमविवकिता।
एकेकमप्यनर्थाय किमु यत्र चतुष्टयम् ।। અર્થાત્ યૌવન, ધનસંપત્તિ અને પ્રભુતા તથા અવિવેક એ
For Private and Personal Use Only