________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉત્તમ ગુણર્મવાળી અને રૂપાળી સંતતિનો ઉપાય ૮૭
રોહણ કરાવવું, એટલે તેના ગર્ભમાં રહેલું બાળક તેવા રૂપવાળું તથા બળવાળું થવાનું જ. પછી તેના ગુણનું વર્ણન, અહોરાત્ર તેના મન ઉપર લાવતા રહેવું, જેથી તે બાળક માતૃભક્ત, પિતૃભક્ત, ભ્રાતૃભાવ અને પ્રજાવાત્સલ્યવાળું ઉત્પન્ન થશે. * * *
જે કોઈ પણ મહાત્માનું અથવા આદર્શ પુરુષનું ચિત્ર ખડું કરી, તેની છાપ ગર્ભવતીના ગર્ભમાં રહેલા બાળક ઉપર પાડવા અથવા તેવા ગુણ બાળકમાં ઉત્પન્ન કરવાની ઈચ્છા હોય તે તે એવા પુરુષનું ચરિત્ર, જેમ બને તેમ શુદ્ધ વર્ણવેલું હોવું જોઈએ. જે એ પ્રમાણે ન થઈ શકે તે સદ્દગુણ કરતાં દુર્ગુણને આવિર્ભાવ જલદીથી થતો હોવાને લીધે, દુર્ગુણની છાપ જલદી પડે છે. આપણું લેકમાં શ્રીકૃષ્ણચંદ્રના ચરિત્રમાંથી શ્રીમદ્ ભગવદ્દગીતાને પાઠ કરવાને, ભણવાને અને તેનું મનન કરવાને સામાન્ય રિવાજ ચાલે છે. પરંતુ આશ્ચર્ય તે એ છે કે, જે ગીતાને એકવાર સાંભળવાથી અને છેડી દીધેલાં હથિયાર ગ્રહણ કરી, ભારત જીત્યુ, તેજ ગીતાને નિત્ય પાઠ કરનારાઓમાં લેશ, વૈર, ઈર્ષા, દ્વેષ, ભીરુતા, કાયરતા, શઠતા અને કૃતનતા આજે જોવામાં આવે છે ! પરંતુ આમાં કાંઈ ગીતાને દોષ નથી. x x x
એજ પ્રમાણે વિચાર કરતાં આપણને સ્પષ્ટ સમજાય છે કે, ગર્ભવાળી સ્ત્રીને ઉત્પન્ન થયેલાં દેહદ પૂરાં પાડવાની વાત તો એક બાજુએ રહી અને તેના મનને શાંત રાખી, સ્વાભાવિક રીતે તેને સ્વતંત્રતા તથા સંતેષમાં રહેવા દેવાની જે વખતે ખરી જરૂર છે, તે વખતે સાસુ, સસરા, પતિ અને બીજા વડીલ તરફથી તેને કલેશ, ભય અને શેક, ઉત્પન્ન થાય એવાં કારણે, વિનાકારણે ઊભાં કરવામાં આવે અને પછી પિતાના વંશની ઉન્નતિને ઈ છે અથવા પિતાના વંશમાં કોઈ આદર્શ પુરુષ ઉત્પન્ન થાય એવી આશા રાખે, એ કઈ પણ કાળે બનવાજોગ નથી.
For Private and Personal Use Only