________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
-
-
શ્રી આયુર્વેદ નિબંધમાળા પરંતુ એટલું તે બની શકે છે કે, ગર્ભવાળી અવસ્થામાં તેને ક્રોધ ઉત્પન્ન થવાથી ક્રોધી, ઈર્ષા ઉત્પન્ન થવાથી ઈર્ષાળુ, શેક ઉત્પન્ન થવાથી નિર્બળ, ભય ઉત્પન્ન થવાથી અંગહીન અને કામ ઉત્પન્ન થવાથી ઉન્માદાવસ્થાવાળા બાળક ઉત્પન્ન થાય છે. એક રજપૂત કુટુંબને દાખલો આપીશું. ઊંચા કુળમાં ગણાતા રજપૂત કે જેઓ ગરાસિયા કહેવાય છે, તે લોકોમાં એક સાધારણ રિવાજ એ છે કે, વહુ એટલે જાણે કે એક કનિષ્ઠ પ્રકારને નોકર ન હોય! માત્ર તેને એકજ હક વધારે ગણવામાં આવે છે કે, તેને સંતતિ ઉત્પન્ન કરવાના એક સાચારૂપ ગણી શકાય છે. એ કરતાં વિશેષ અધિકાર, તેને હોઈ શકતા નથી. અમે પ્રત્યક્ષ જોયું છે કે, ઘરનાં માણસે એટલે સાસુ, સસરા, દિયેર કે જેને માટે જે ઉત્તમ પ્રકારની રસોઈ બનાવવામાં આવે, તેમાં વહુને ભાગ હોયજ નહિ; પરંતુ વહુને માટે તે બીજા નોકરો જે ખેતી વગેરેનું કામ કરવાને રાખેલા હોય, તેમને માટે જે હલકા પ્રકારની રસોઈ થાય, તેમાંથી જ તેને ભેજન મળે છે. વળી જેટલાં કડવાં વચન વહુને કહેવામાં આવે છે તેટલાં અને તેવાં વચન, જે ચાકરને કહેવામાં આવે તે તે નાસી જાય; એટલા માટે ચાકરને સમજાવીને વાત કરવામાં આવે, પણ વહુને તે ધિક્કારભરી રીતે, તોછડાઈથી જે શબ્દ કહેવામાં આવે છે, તે તો
સેવાધર્મો પરમાણુ યોનિનામથTખ્યા” એ સૂત્ર પ્રમાણે તેની વાત તે તેજ જાણે! આવી સ્થિતિમાં જે કુટુંબ હોય અને પછી બળવાન, વૈર્યવાન, એશ્વર્યવાન, ધીમાન અને શ્રીમાન સંતતિની આશા રાખો એ શી રીતે બની શકે? આપણાં શાસ્ત્રોમાં કહેવું છે કે, ચત્ર માર્યા ,પૂષચંતે મત્તે તત્ર દેવતાઃ” અર્થાત્ જ્યાં ભાર્યાનું પૂજન એટલે સત્કાર થાય છે ત્યાંજ દેવતાઓ રમે છે. જ્યારથી આપણા દેશમાંથી સ્ત્રીઓની પૂજા (સત્કાર) બંધ થઈ ત્યારથી પ્રજા ઉત્તમ
For Private and Personal Use Only