________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉત્તમ ગુણકર્મવાળી અને રૂપાળી સંતતિને ઉપાય ૮૩
.
.
.
સામા માણસના જોવામાં ન આવે એવી રીતે મનથી, વચનથી અને શરીરથી વર્તન ચલાવી, પિતાને વહુ તરીકેને અધિકાર સ્થાપી, આખા કુટુંબના કાર્યનું વહન કરે, ત્યારે તે વહુ કહેવાય છે. તે પછી ત્રીજે અધિકાર ગૃહિણીને આવે છે. ગૃહિણી શબ્દને અર્થ એ થાય છે કે, તે સ્ત્રીએ ગૃહના માલિક થઈ પડવું. એટલે એવું વર્તન ચલાવવું જોઈએ કે, શ્વશુરપક્ષમાં પિતાના સસરા, સાસુ, જેઠ, જેઠાણી, દિયર, દેરાણી, નણંદ અને તેનાં સંતાને તથા ઘરમાં દાસદાસીઓ હોય, તે સર્વે તેને પૂછીને કામ કરે. અર્થાત્ એવી યુક્તિવાળું બેલવું કે જે સત્ય અને પ્રિય હોય, જેથી સર્વને વિશ્વાસ સંપાદન કરી લેવાય; એટલે આ વહુ ઘણી બુદ્ધિશાળી છે, જેથી તેની સલાહ દરેક કામમાં લેવી જોઈએ, એ વિચાર ઘરના વડીલનાં મનમાં સ્થાપન કરવો; અને જ્યારે એટલે અધિકાર અથવા વિશ્વાસ સ્થાપન કરી શકાય, ત્યારે જ તે ગૃહિણી કહેવાઈ શકે છે. વળી તે ગૃહિણી-અવસ્થામાં રહીને તેને માતાને અધિકાર મેળવવાની જરૂર છે, એટલા માટેજ આપણા લોકમાં સાધારણ રિવાજ પડી ગયેલ છે કે, પ્રથમ અવસ્થામાં માતાને અધિકાર મેળવવાને લાયક જે સ્ત્રી થાય છે, તેને અગૃહિણી એટલે અઘરણું આવી છે એમ કહે છે. મતલબ એવી છે કે, એવી અવસ્થામાં જ્યારે ગર્ભવાળી સ્ત્રી, પિતાના ગર્ભને ભારથી અકળાતી હોય, ત્યારે શ્વસુરપક્ષના વડીલેએ તેને પાંચમે મહિને સીમંતોન્નયન કે પુંસવન સંસ્કાર કરી, તેને મનને ભાર ઓછો કરવા સારુ, તેને અગૃહિણીનું રૂપ આપી, પિતાના પિતાને ઘેર વિદાય કરવી, એવી રૂઢિ આજે પણ ચાલે છે. એ ગૃહિણ-અવરથામાં માતાને અધિકાર મેળવ્યા પછી અને અગૃહિણીનું રૂપ ધારણ કર્યા પછી સાસુને અધિકાર મેળવવાની જરૂર જણાય છે; એટલે માતા થયા પછી તેને સાસુને અધિકાર
For Private and Personal Use Only