________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આયુર્વેદ નિબંધમાળા
ચારે પિકી એક એક અનર્થને કરનાર નીવડે છે, તે જ્યાં ચારે એશ્વર્ય ભેગાં થયાં હોય, ત્યાં કેટલે અનર્થ કરશે? એટલા માટે અમારે કહેવું પડે છે કે શરીર, અંતઃકરણ અને આત્મા એ ત્રણે રૂપાળાં હોવાં જોઈએ અને તે ત્રણેને રૂપાળાં કરવા માટે સ્ત્રીને સંપૂર્ણ અધિકારિણી બનાવવી જોઈએ. એટલા માટે સ્ત્રીને પાંચ પ્રકારની પરીક્ષામાંથી પસાર થઈ, પાંચ પ્રકારના અધિકાર મેળવવાની ખાસ જરૂર છે. પહેલે અધિકાર સ્ત્રીને કન્યારૂપે પસાર કરવાનું છે, એટલે તે અવસ્થામાં માબાપને ઘેર રહી, લાડકેડથી મટી થઈ, સ્વતંત્ર આચરણવાળી અને ઈચ્છા પ્રમાણે ઈચ્છિત વસ્તુને મેળવનારી વૃત્તિમાંથી છૂટીને, લગ્ન થયા પછી શ્વશુરપક્ષમાં કેવળ અજાણ્યા, કેવળ અપરિચિત અને કેવળ જેના ગુણકમ–સ્વભાવ જાણેલા નથી, એવા કુટુંબના સહવાસમાં જઈને પિતાના પિતાને ગૃહમાં મેળવેલી અને ભગવેલી સ્વતંત્રતાને દબાવી, શ્વશુરગૃહનાં અપરિચિત માણસોના તાબામાં રહી, યશ અને કીર્તિ મેળવવા માટેને ઉદ્યોગ કરે, તે જે કન્યાવસ્થામાં કેળવણી લઈને કન્યાને અધિકાર મેળવ્યું હોય તો જ સાસરામાં નિર્વાહ કરી બીજો અધિકાર વહુ તરીકેને મેળવી શકે છે. એટલા માટે માબાએ પોતાની પુત્રીને વહુ તરીકેને અધિકાર સાસરામાં જઈને મેળવે, એટલી કેળવણી આપવાની ખાસ જરૂર છે. બીજો અધિકાર વહુ તરીકેને આવે છે તે અધિકારમાં પિતાના પિતાના લાડકેડને ભૂલીને સસરાના ઘરને તમામ ભાર વહન કરવાની શક્તિ હોય અને જુદી જુદી વૃત્તિના, જુદા જુદા સ્વભાવના મનુષ્યના મનના ધારેલા વિચારને અનુકૂળ થવાના સ્વભાવની બુદ્ધિ ખીલેલી હોય, એટલે પિતાની મને વાસનાને દાબી રાખી, પિતાની અનિચ્છા છતાં, મુખ પર હાસ્ય કાયમ રાખી, દુઃખને, શક, ઈર્ષા, દ્વેષને કે અપૂર્ણતાને ભાસ,
For Private and Personal Use Only