________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આયુર્વેદ નિબંધમાળ મેળવો પડે છે. કેમકે ઉત્તમ સંતતિ ઉત્પન્ન કરવાવાળી ગૃહિણીમાં ગમે તેટલી સંપૂર્ણતા હોય તથાપિ સાસુ સ્વભાવે કર્કશા હોય, તે કોઈ પણ પ્રકારે ઈર્ષા અથવા શ્રેષથી અગર તે કુળમોટપ કે વડીલપણાના અભિમાનથી પિતાના ઘરમાં અધિકાર ભગવતી ગૃહિણીને અગૃહિણ-અવસ્થામાં એવો ક્ષોભ ઉત્પન્ન કરે કે, જેથી ગૃહિણીના અધિકારવાળી માતાના અધિકારને પામતી ગર્ભિણી સ્ત્રી, ગર્ભના વૃદ્ધિકાળમાં, પોષણકાળમાં ગર્ભના વાસનાલિંગને તથા આત્માને સુસંસ્કાર આપવાનું કાર્યથી મ્યુત થઈ જાય; જેથી ધારેલા રૂપ, ગુણ અને આરોગ્યવાળા બાળકને બનાવવામાં ખામી આવે. એટલા માટે માતાએ કન્યા તથા વહુ થવાય એટલી કેળવણી આપવી; અને તે પછી સાસુએ ગૃહિણી, માતા અને સાસુને અધિકાર પ્રાપ્ત થાય એટલી કેળવણી આપવી. સાસુના અધિકારમાં પાસ થયેલી સાસુ પિતાના પુત્રને સારી સંતતિ ઉત્પન્ન કરવાને સહાયભૂત અને ગૃહિણીને ઈચ્છા પ્રમાણે નાં બાળક ઉત્પન્ન કરવાને માર્ગદર્શિકા થાય. અંતે તે તે કાર્ય માં જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે, સાસુને પુત્ર અને ગૃહિણીને પતિ, તેને સહાયક થાય તોજ ઉત્તમ ગુણ-કર્મવાળી અને રૂપાળી સંતતિ ઉત્પન્ન કરી શકાય, અન્યથા નહિ.
આપણા આયુર્વેદમાં એટલું તો વર્ણન કરવામાં આવ્યું છે કે, ત્રાનુસ્નાત થયેલી સ્ત્રીએ જતુસ્નાત થયા પછી પોતાના સ્વામી સિવાય કોઈનું પણ મેટું જેવું નહિ. તેજ વાતને લઈને તેના ઉપર કાંઈક અખતરા કરીને અથવા તેના ઉપર વધારે વિવેચના કરીને, પશ્ચિમના વિદ્વાનેએ એ બાબતમાં પુસ્તકે લખ્યાં છે; પરંતુ અમારામાં ચાલતી કહેવત પ્રમાણે “બાપ તેવા બેટા” એટલે બાપના જે છોકરા ઉત્પન્ન થવું જોઈએ. પશ્ચિમના વિદ્વાનોએ લખેલાં પુસ્તકો વાંચતાં જણાય છે કે, તે લેકેએ માત્ર શરીર
For Private and Personal Use Only