________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગભેંત્પત્તિ અને શરીરરચનાને ક્રમ સ્નાયુઓ, હાડકાં અને વીર્ય એટલા ભાગ પિતાથી ઉત્પન્ન થાય છે. માંસ લેહી, મજજા, મેદ, જમણા પડખાંની ગાંઠ, બળ, આંતરડા, નાભિ, હૃદય અને ગુદા એટલા ભાગ માતાથી થાય છે. શરીરનું વધવું, વર્ણ, બળ અને દેહની સ્થિતિ એટલાં વાનાં રસથી થાય છે. જ્ઞાન, અપરોક્ષ અનુભવ, આયુષ્ય, સુખદુઃખ અને અનેક ચેનિઓમાં જન્મ થવા એ આત્માથી થાય છે. આ વિષયમાં જે કે જ્ઞાનાદિ સઘળી ઈદ્રિ આત્માથી થાય છે એમ કહ્યું છે, તે નિરાકાર આત્મામાંથી કઈ વસ્તુ ઉત્પન્ન થવી ઘટતી નથી. એટલા માટે આત્માથી એટલે આત્માના પાસે રહેવાથી એમ સમજવું. હવે કયા કયા પદાર્થો ગર્ભને મુખ્ય ઉપકારક છે તે જોઈએ.
અગ્નિ, ચંદ્ર, પૃથ્વી, વાયુ, આકાશ, સત્વ, રજ, તથા તમ, પાંચ ઇંદ્રિય અને પ્રારબ્ધ કર્મ એ સૌ ગર્ભને જિવાડે છે તે નીચે પ્રમાણે છે. - પાચક, ભ્રાજક, આલેચક, રંજક અને સાધક એ પાંચ પ્રકારના પિત્તાની તથા પંચમહાભૂતમાં રહેલી ગરમીની તથા સાત ધાતુઓમાં રહેલા અગ્નિની શક્તિરૂપે રહેલે અગ્નિ કે જે વાણીના દેવતાપણાને પામે છે, તે પાચનાદિ કામ કરીને ગર્ભને જિવાડે છે.
પાંચ પ્રકારના કફ, રસ અને વીર્યાદિ ચંદ્રરૂપ પદાર્થોની અને રસના (જીભ) ઇંદ્રિયની શક્તિરૂપે રહેલે ચંદ્ર કે જે મનના દેવતાપણાને પામે છે, તે જ આદિ સામ્ય ધાતુઓના પિષણથી અને પવન તથા અગ્નિથી સુકાયેલા ભાગને ભીને કરવારૂપ કામ કરીને ગર્ભને જિવાડે છે. - પૃથ્વી પાણીથી ભીંજાયેલા ભાગને કઠણ બનાવવારૂપ કામ કરીને ગર્ભને જિવાડે છે.
For Private and Personal Use Only