________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીઆયુર્વેદ નિબંધમાળા વાયુ દોષ, ધાતુ, મળ, અંગ અને ઉપાંગોને સારી રીતે ચલન આપવારૂપ કામ કરીને ગર્ભને જિવાડે છે.
આકાશ અવકાશરૂપ હેવાથી ઉચ્છવાસ અને નિઃશ્વાસના માર્ગ આપીને ગર્ભને જિવાડે છે.
સત્વ, રજ અને તમ એ ત્રણ ગુણે મનરૂપે પરિણામ પામેલા હોવાથી જીવન જીવવામાં,બીજું શરીર લેવામાં અને મુક્તિ આપવામાં પણ કારણભૂત છે તેથી તેઓ ગર્ભને પણ જિવાડે છે.
શ્રોત્ર, વચા, નેત્ર, જીભ અને પ્રાણ એ પાંચ ઇંદ્રિય અનુક્રમે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધનું ગ્રહણ કરવારૂપ કામ કરીને ગર્ભને જિવાડે છે.
પ્રારબ્ધ કર્મ સઘળા દેહમાં ચૈતન્ય રહેવાના કારણરૂપ છે માટે તે પણ ગર્ભને જિવાડે છે.
એ બધાં કારણે સાથે સ્ત્રીની રસને વહેનારી નાડી ગર્ભની નાભિની નાડી (નાળવા)ની સાથે લાગેલી હોય છે, તેથી ગર્ભની નિરંતર વૃદ્ધિ થાય છે. ગર્ભને માતાને નિઃશ્વાસ થવાથી નિઃશ્વાસ, ઉચ્છવાસ થવાથી ઉચ્છવાસ, ચલન થવાથી ચલન અને સ્વમ થવાથી સ્વમ પ્રાપ્ત થાય છે. અર્થાત્ માતા જે જે ચેષ્ટાઓ કરે છે તે તે ચેષ્ટાઓ ગર્ભ પણ કરે છે. એ ઉપરથી જાણવાનું કે ગર્ભ રહ્યા પછી માતા જેવી જેવી જાતના વિચારોનું સેવન કરે છે અથવા જેવાં જેવાં કાર્યો વા ચેષ્ટાઓ કરે છે, તેવાં તેવાં બાળક શીખી લે છે, તેટલા માટે કહેવામાં આવે છે કે, બાળકના જન્મ થતાં પહેલાં બાળકને કેળવણી આપવાની જરૂર છે.
ગર્ભની નાભિના મધ્યમાં એક અવિચળ તેજનું સ્થાન છે, તે સ્થાન વાયુ ધમે છે, તેથી ગર્ભને દેહ વૃદ્ધિ પામે છે. તે વાયુ ગરમીની સહાયતાવાળો હેવાથી ગર્ભના ઊંચેન, નીચેના અને
For Private and Personal Use Only