________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આયુર્વેદ નિબંધમાળા કરવામાં ન આવે, તે તે ઈદ્રિયમાં ખેડખાંપણ આદિ વ્યથાવાળું બાળક અવતરે છે. ગર્ભવાળી સ્ત્રીને નોખા નોખા પદાર્થની ઈચ્છા થવાથી ખાંખાં ફળ થાય છે. જે સ્ત્રીને રાજાનું દર્શન કરવાની ઈચછા થાય, તે સ્ત્રી ધનવાન અને અત્યંત પૂજ્ય પુત્ર જણે છે. જે સ્ત્રીને ઉત્તમ વસ્ત્રાભરણ વગેરેની ઈચ્છા થાય તે સ્ત્રી વરણાગિયે અને રૂપાળો દીકરો જણે છે. જે સ્ત્રી તપસ્વીઓના આશ્રમમાં જવાની અથવા પોતાના સદ્ગગુરુના દર્શનની ઈચ્છા કરે તેને જિતેન્દ્રિય અને ધર્માત્મા સંતાન ઉત્પન્ન થાય છે. જે સ્ત્રીને સર્ષની જાતિઓ જોવાની ઈચ્છા થાય તે સ્ત્રીને હિંસા કરવાના સ્વભાવવાળું બાળક થાય છે. જે સ્ત્રીને આમાં કહ્યા સિવાયની કઈ વસ્તુ ની ઇચ્છા થાય તે સ્ત્રી શરીર, આચાર અને સ્વભાવથી ઈલી વસ્તુના ગુણ-કર્મ-સ્વભાવ જેવી સંતતિ ઉત્પન્ન કરે છે. પાંચમે મહિને મન જાગૃત થાય છે અને છ મહિને બુદ્ધિ જાગૃત થાય છે; સાતમે મહિને સઘળાં અંગે અને ઉપાંગો સારી પેઠે સ્પષ્ટ થાય છે. આઠમા મહિનામાં એજ અનુક્રમથી મન અને બુદ્ધિ, જરા વારમાં બાળકમાં અને જરાવારમાં માતામાં આવજા કરે છે. તેથી મા અને દીકરો વારંવાર ખેદ તથા હર્ષ પામ્યા કરે છે અને જે પુત્ર અવતરે છે તે જીવતો નથી. આઠમા મહિનામાં જન્મેલે પુત્ર જીવતો નથી, તેનું કારણ એ જ છે કે, તે મહિનામાં ઓજસ સ્થિર રહેતું નથી. સ્ત્રી નવમે મહિને, દશમે મહિને, અગિઆરમે મહિને અથવા બારમે મહિને પણ જાણે છે, પરંતુ કોઈ વિકાર હોય તે એથી ઉપરાંતના સમયમાં પણ જણે છે.
ગર્ભમાં જે પુત્ર-વીર્યનું સ્થાપન થયું હોય તો તે ગર્ભ બીજા મહિનામાં પિંડાકાર (ગોળ) માલુમ પડે છે અને તે સ્ત્રીનું જમણું નેત્ર ડું મોટું જણાય છે. પહેલાં જમણા સ્તનમાં દૂધ ઉત્પન્ન થાય છે. જમણી જાંઘ પુષ્ટ થાય છે. મુખને રંગ શ્રેષ્ઠ અને પ્રસન્ન
For Private and Personal Use Only