________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૬
-
~
શ્રી આયુર્વેદ નિબંધમાળા કકુંદર કહેવાય છે. બંને સાથળ આઠમું અંગ છે. તેનાં ઉપાંગે, બન્ને ઘૂંટણ, બન્ને પિંડીઓ, બે જાશે, બે ઘૂંટી, બે પગની પાટલીઓ, બે પગની એડીઓ, બે પગ, તેની દસ આંગળીઓ અને તેના દસ નખ છે. એ પ્રમાણે શરીરના આઠે અંગનું સંક્ષેપમાં વર્ણન કર્યું છે. હવે ગર્ભમાં કયું અંગ પ્રથમ ઉત્પન્ન થાય છે, તે વિષે લખવામાં આવે છે.
સૌનક કહે છે કે, સઘળાં અંબેમાં પ્રથમ માથું ઉત્પન્ન થાય છે, કારણ કે મુખ્ય ઇન્દ્રિયો માથામાં જ થાય છે. કૃતવીય મુનિ કહે છે કે, પ્રથમ હદય ઉત્પન્ન થાય છે, કારણ કે મનનું અને ઈંદ્રિયેનું સ્થાનક હૃદય કહેવાય છે. પારાશર મુનિ કહે છે કે, પ્રથમ નાભિ ઉત્પન્ન થાય છે, કારણ કે તેમાં રહીને પ્રાણ ગરમીની સહાયતાથી દેહને વધારે છે. માર્કન્ડેય મુનિને મત એ છે કે, સઘળાં પ્રાણીઓમાં હાથપગવાળાં પ્રાણી શ્રેષ્ઠ છે, એટલા માટે હાથ અને પગ પ્રથમથી ઉત્પન્ન થવાને સંભવ છે. મુનિઓમાં ઉત્તમ મુનિ ગૌતમ મુનિ કહે છે કે, પ્રથમ કોઠે ઉત્પન્ન થાય છે અને પછી સઘળાં અંગે ઉત્પન્ન થાય છે. પરંતુ ધનવંતરિને મત એવો છે કે, સઘળાં અંગે સાથે ઉત્પન્ન થાય છે, પણ તે સૂક્ષ્મ હોવાથી જોવામાં આવતાં નથી. જેમ આંબાનાં નાનાં ફળોમાં માંસ, ઠળિયે, મજા, છાલ, કેસર, અંકુર અને ડીટિયું એ પદાર્થ એકીવખતે થાય છે, પણ ઝીણું ઝીણા હોવાને લીધે જુદા જુદા દેખાતા નથી અને જ્યારે પુષ્ટ થાય છે ત્યારે સ્પષ્ટ દેખાય છે. તેમ ગભમાં સઘળા અવયવો એકીવખતે ઉત્પન્ન થાય છે, પણ ઝીણા હોવાને લીધે દેખાતા નથી, જ્યારે મોટા થાય છે ત્યારે જ સ્પષ્ટ દેખાય છે. હવે શરીરમાં પિતાથી, માતાથી, રસથી અને આત્માથી કયા કયા ભાગ ઉત્પન્ન થાય છે, તે લખીએ છીએ.
કેશ, દાઢી, મૂછ, રૂંવાડાં, નખ, દાંત, શિરાઓ, ધમનિઓ,
For Private and Personal Use Only