________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગર્લોત્પત્તિ અને શરીરરચનાને ક્રમ તેના બે વંક્ષણ બનેલા છે. પાંચમું અંગ ઉદર (પેટ) છે, છઠું અંગ બે પાસાં છે અને સાતમું અંગ બરડાની કરેડ સુધાં બરડે છે. તેનાં ઉપાંગ રુધિર થકી પ્લીહા ઉત્પન્ન થઈ છે, તે રક્ત વહેનારી શિરાઓનું મૂળ છે; હૃદયની નીચે ડાબે પાસે ફેફસું છે તે રુધિરના ફણથી ઉત્પન્ન થયું છે. હૃદયની નીચે જમણી બાજુ યકૃત આવેલું છે, તે રુધિરથી ઉત્પન્ન થયેલું અને રંજકપિત્તનું સ્થાન છે. હૃદયની નીચે જમણે પાસે કલેમ આવેલું છે, તે જળ વહેનારી શિરાઓનું મૂળ છે, જેથી તૃષાનું આચ્છાદન થાય છે.
કલમનું બીજું નામ તિલક છે અને તે વાયુ તથા રુધિરથી ઊપજેલું છે એમ વૃદ્ધ વામ્ભટ્ટ કહે છે. તે વાયુ સાથે મળેલા રક્તથી કાળજું ઉત્પન્ન થયું છે. મેદ અને રુધિરના સાર વડે બન્ને અંડકેશ બનેલા છે તથા તે જઠરમાં રહેલા મેદને પુષ્ટિ કરનારા છે. વિદ્વાન પુએ પુરુષનાં આંતરડાં સાડાત્રણ વામ લાંબાં કહેલાં છે. સ્ત્રીએનાં આંતરડાં તે કરતાં અર્થે વામ કમી (નાના) છે. ઉલ્ક, કટિ, ત્રિક (બરડાની કરોડને છેડો), પદ્ધ, જાંઘના બન્ને સાંધા ને મોટા
સ્નાયુના અંકુર તે વીર્ય અને મૂત્રનું સ્થાન છે. સ્ત્રીના ગર્ભાશયમાં ગર્ભનું આધાન પણ તેજ કરે છે. શંખની નાભિ સમાન યોનિ છે તથા તેને ત્રણ આવત છે. તેના ત્રીજા આવતમાં ગભને રહેવાનું સ્થાન છે. કફ, રુધિર અને મેદના તત્ત્વથી વૃષણ બનેલા છે, તે વીયને વહન કરનારી શિરાના આધારભૂત છે અને પુરુષત્વને આપનાર છે. સર્વ કેની ગુદાનું માપ સાડાચાર આંગળ છે તથા તેમાં શંખના આવર્ત સરખા ત્રણ આવત છે. પંડિતેએ ગુદાનું મુખ અર્ધા આગળ પ્રમાણનું માનેલું છે. મળને ઉત્સર્ગ કરવાના માર્ગરૂપ આ ગુદાસ્થાન શરીરમાં નિર્માણ કરેલું છે. પુરુષનાં જે પ્રોથ એટલે ઢગરાં કહેવાય છે તે જ સ્ત્રીના નિતંબ કહેવાય છે. ઢગરાંની ઉપર તથા કરોડની નીચે બે બાજુએ જે ખાડા હોય છે, તે
આ, ૩
For Private and Personal Use Only