________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાણીમાત્રની ઉત્પત્તિ અને મનુષ્ય શરીરની રચના પર આપણા આત્માની સાથે અનાદિ કાળથી મિત્રતા અને શત્રુતાના સંસ્કાર વડે કર્મબંધનથી બંધાયેલો હોવાથી, કાળનું બળ પામીને
ગ્ય સમયે પિતાના સૂક્ષ્મ શરીરને સાથે લઈને, આપણા આત્મા સાથે જોડાય છે. જ્યારે જ્યારે તેના કર્મને વિપાક પૂરો થાય છે ત્યારે ત્યારે તે સુખ કિંવા દુઃખનું ભાન કરાવી, શરીરમાંથી છૂટો પડી ચાલ્યા જાય છે, એટલે મનુષ્ય જન્મ પછી દરરોજ આત્મા પિતાને આકર્ષણબળથી અને ખાનપાનના વેગથી સાઠ ભાગ પરમાણુને નવાં આકર્ષે છે અને ચાળીસ ભાગ પરમાણુ પિતાનું કામ ભેળવીને તે આત્મા સાથેનું ઋણાનુબંધ સમાપ્ત કરીને ખરી જાય છે. જેને આપણે વૃદ્ધિનો કાળ ગણીએ છીએ, તે
જ્યારે વીસ વર્ષની ઉમ્મર પૂરી થાય ત્યારથી પચાસ ભાગનું આકર્ષણ થાય છે અને પચાસ ભાગને ક્ષય થાય છે. એટલે તેને સ્થિરાવસ્થા કહેવામાં આવે છે જેમાં મનુષ્ય શરીર સ્થિર થઈ જાય છે. પરંતુ જે એ સ્થિરવસ્થામાં મનુષ્ય પોતાના આહારવિહારની ચર્યા પાળવામાં ભૂલ કરે, તે આકર્ષણશક્તિ ઘટે છે અને પરમાણુની છૂટા પડવાની શક્તિ વધે છે, તેથી વૃદ્ધાવસ્થા જલદી આવી મોત પાસે આવે છે એટલે શરીર અને પ્રાણને વિયોગ જલદી થાય છે. પરંતુ સ્થિરાવસ્થામાં રીતસર કઈ પણ જાતની ભૂલ કર્યા સિવાયની ચર્ચા પાળવામાં આવે, તે તે મનુષ્ય સે વર્ષ પર્યત પિતાના જીવનને નિરામય સ્થિતિમાં ટકાવી રાખી શકે છે. જે પિતાના પ્રાણને સંયમમાં રાખી, તેના વહનને કબજામાં રાખવાની વિદ્યા જાણીને ચર્ચા કરવામાં આવે, તે આ દેહ અને પ્રાણને વિયોગ પિતાની ઈચ્છા પ્રમાણે ગમે તેટલા કાળ સુધી ટકાવી શકાય છે. આ ઉપરથી એટલું સિદ્ધ થાય છે કે, મનુષ્યનું આયુષ્ય કેટલું છે અથવા મનુષ્ય કેટલા કાળપયત જીવી શકે છે અથવા ક્યારે મરણ પામે છે, તેની નિયમિત હદ નથી; પણ મેડું કે
For Private and Personal Use Only