________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
શ્રી આયુર્વેદ નિબંધમાળા મૂત્ર થઈ જાય છે અને જે મળ બાકી રહ્યો તે કીટરૂપ ધારણ કરીને પકવાશયના એક દેશમાં જઈને મળ (વિ) બની જાય છે, તે મળ ગુદા સાથે સંબંધ ધરાવનાર અપાનવાયુથી અધ:પ્રેરિત થઈને ગુદાની આકૃતિ કે જે શંખની નાભિના આંટાના આકારની છે અને જે ત્રણ આંટામાં ગોઠવાયેલી છે, તેના પહેલા આટાનું નામ પ્રવાહિની, બીજાનું નામ સજની અને ત્રીજાનું નામ ગ્રાહિક છે, જેના દ્વારા તે મળ બહાર નીકળી જાય છે. તથા આહારને સાર જે રસ, તે સમાન વાયુએ પ્રેરિત થઈને, હૃદયમાં આવીને, પિત્તથી પચીને તથા રંજકપિત્તથી રંગાઈને રક્ત પણાને પામે છે, તેને આપણે લેહી નામથી ઓળખીએ છીએ. તે સર્વ શરીરમાં રહેલા પંચભૌતિક રુધિર દેહનું મૂળ કારણ હોવાથી જીવને ઉત્તમ આધાર છે અને તેને ગુણ સ્નિગ્ધ, ગુરુ, ચંચળ અને સ્વાદુ છે. તે રુધિર વિદગ્ધ થવાથી પિત્તની પેઠે તીખું અને ખાટું થઈ જાય છે; એવી રીતે રસાદિક ધાતુઓ પિત્તના તાપથી પરિપકવ થઈને કામે કમે તેનું વીર્ય બને છે. તે વીર્ય બનવાનો કાળ એક માસને કપેલે છે અને તે પ્રમાણે સ્ત્રીઓને રજ પણ એક માસે તૈયાર થાય છે.
સૃષ્ટિની આદિથી એટલે પ્રકૃતિરૂપ જગતમાંથી વિકૃતિરૂપ જે આ દૃશ્યમાન જગત દેખાય છે. તે તમામ જડચેતનરૂપે ભાસતું સર્વ જગત જડચેતનાત્મક પુરુષ અને પ્રકૃતિના વેગથી ઉત્પત્તિ, સ્થિતિ અને લયના રૂપમાં શેઠવાયલું છે. એટલે એ જગત પ્રવાહરૂપે અનાદિ છે એમ માનીએ તે કઈ પણ જાતને દોષ આવતું નથી. પ્રકૃતિરૂપ જગતમાંથી વિકૃતિરૂપ પ્રત્યેક પ્રાણુને શરીર હોય છે અને તે શરીરરૂપ દેખાવાના કારણરૂપ જે પરમાણુઓ આત્મામાં રહેલા કર્મબીજ પ્રમાણે આકાશમાંથી ખેંચાઈને આત્માની આસપાસ ગોઠવાઈને શરીરરૂપે દેખાય છે. તેને અને આત્માને સ્થાયી સંબંધ નથી; પરંતુ તે તે પરમાણુઓમાં રહેલે અકેક આત્મા
For Private and Personal Use Only