________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીઆયુવેદ નિબંધમાળા પછી પાપ અને પુણ્યથી સ્વર્ગ અને નરકરૂપ કર્મના ફળને આત્મા ભેગવી શકે છે, એ વ્યવસ્થા તૂટી જાય. એ પરથી જણાય છે કે, આત્મા અર્થાત્ પ્રાણિ માત્રને પિતાની ક્રિયા કરવામાં સ્વતંત્રતા મળેલી છે. તેથી તેઓ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારરૂપ અંતઃકરણ તથા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પાંચ માત્રાઓ સહિત નવ તરવને વાસનાલિંગ વડે જેવી જેવી સગવડવાળી ઇદ્ધિ મેળવી શકેલા હેય, તેવી તેવી રીતની પિતાની અનુકૂળતા પ્રમાણે ક્રિયા કરે છે. એ ઉપરથી એટલું સિદ્ધ થાય છે કે, મનુષ્ય પોતાને મળેલું પશુ પ્રાણીઓ કરતાં વિશેષ ધર્મ જાણવાનું જ્ઞાન તથા સાધનનો ઉપગ કરીને જગતની રચનામાં શોભારૂપ, જગતની વ્યવસ્થામાં સ્થાયીપણું વાસનારૂપ, જગતનાં પ્રાણી માત્રને આનંદ ઉપજાવવારૂપ પિતાના વાસનાલિંગથી મળેલાં સાધનેને
ગ્ય ઉપગ કરી, જગતના ભૂષણરૂપ મનુષ્યરત્નની ઉત્પત્તિ કરવી. તે ઉત્પત્તિ કરવા માટે આયુર્વેદાચાર્યોએ તથા વિવિ. દાચાર્યોએ અને ગાચાર્યોએ પિતાના જ્ઞાન કરીને, જોઈને વિચાર રીને, પ્રણાલિકા ગોઠવી છે. તેને જોઈને વિચારીને, સમજીને મનુષ્ય પિતાનું કામ ચલાવી, પોતાના ધર્મને જાણું, જગતની ઉત્પત્તિમાં સારરૂપ મનુષ્યની વૃદ્ધિ કરવા પ્રયત્ન કરે, તેમજ તેમના મનુષ્યજન્મનું સાફલ્ય ગણાય. પરંતુ મનુષ્યધમને છેડી, પશુવૃત્તિ એટલે પશુધને અવલંબીને જગતના પ્રવાહમાં વહન કરી, પિતાના સારરૂપ ઓજસવાળા વીર્યને ગુમાવી દે છે તે પશુ કરતાં પણ અર્ધગતિને પામે એમાં કાંઈ આશ્ચર્ય નથી, શારંગધરાચાર્યનું કહેવું એટલે સુધી તે ખરું છે કે, અધિક વીર્યથી પુત્ર અને અધિક રજથી કન્યા અને સમાન રાજવીર્યથી નપુંસક થાય છે. એટલું કબૂલ રાખ્યા પછી એ વિષયને પુરુષ તથા સ્ત્રીઓને સ્વાધીનમાં કેટલે દરજજો મૂકવામાં આવ્યો છે, તેનું વિવેચન હવે પછી કરવામાં
For Private and Personal Use Only