________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગર્ભોત્પત્તિ ને શરીરરચનાને કેમ
ગર્ભની સ્થાપના થાય છે, પરંતુ તે ગર્ભમાં સ્ત્રીલિંગ કે પુલિંગ વા નપુંસક લિંગની સ્થાપના કરવી, એ મનુષ્યોના હાથમાં છે કે કુદરતના હાથમાં છે, એ બાબતમાં જુદા જુદા આચાર્યોને જુદા જુદા મત પ્રવર્તે છે.
आधिक्ये रजसः कन्या पुत्रः शुक्राधिके भवेत् ।
नपुंसक समत्वेन यथेच्छा पारमेश्वरीः || મેહનકાળ વખતે જ્યારે વિખલિત થઈ રજમાં મળી ગર્ભશયામાં ગભરૂપે સ્થિત થાય છે, ત્યારે જે રજને ભાગ વિશેષ હોય, તો તે ગર્ભમાં કન્યા ઉત્પન્ન થાય છે અને જે વીર્યને ભાગ અધિક હોય તે તે ગર્ભમાં પુત્ર ઉત્પન્ન થાય છે; પરંતુ રજ અને વીર્ય બે સરખાં હોય તે નપુંસક ઉત્પન્ન થાય છે. એ ત્રણે લિંગના ગર્ભને ઉત્પન્ન થવામાં ઈશ્વરેચ્છા પ્રબળ છે, તેમાં મનુષ્ય નું કાંઈ ચાલતું નથી; આ પ્રમાણે મહર્ષિ શારંગધરાચાર્યનું કહેવું છે. પરંતુ મનુષ્ય શરીરના સ્કૂલ, સૂક્ષમ અને કારણદેહને વિચાર કરતાં, જાગૃત, સ્વમ, સુષુપ્તિ અને સુર્યાવસ્થાનું અવલેકન કરતાં તથા પરા, પશ્યતિ, મધ્યમ અને ખરી વાણીને કમ તપાસતાં, એવું જણાઈ આવે છે કે, વેદ, ઉભિજજ, જરાયુજ અને અંડજ ખાણના છને પરમેશ્વરે પિતાની શક્તિથી જે કમ શેઠવેલે છે અથવા કુદરતના નિયમ પ્રમાણે જે કમ ગોઠવાયેલેછે, તેમાં અમુક કાળે અમુક ફેરફાર કરવા માટે ઈશ્વરને ઈચ્છા પ્રદર્શિત કરવી પડતી નથી; કેમકે ઈચ્છા, દ્વેષ, પ્રયન, જ્ઞાન, સુખ, દુઃખ, એ આત્માનાં લિંગ છે. પરમેશ્વર તે નિર્વિક૯૫, નિરાકાર, અખંડ અને સચ્ચિદાનંદ છે. તે વાતવાતમાં પિતાની ઇરછાને આધીન થાય એ અસંભવિત છે. જે ઈશ્વરની ઈચ્છા માનીએ તે દ્વેષ, પ્રયત્ન, સુખ અને દુઃખનું આરોપણ ઈશ્વરમાં કરવું પડે, તે
For Private and Personal Use Only