________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા
બદલાયા પછી શાસ્ત્ર પ્રમાણે વર્ણ અને વર્ણાશ્રમની અસલ મર્યાદા પર આવી શકાશે, પણ તેમ નહિ બનતાં તે લેકમાં લખ્યા પ્રમાણે
अष्टवर्षा भवेत् गौरी नववर्षातु रोहिणी ।
दशवर्षों भवेत् कन्या अत उर्ध्व रजस्वला ॥ આ શ્લોક ઉપરથી એવું ઠરાવવામાં આવ્યું અથવા રૂઢિમાં એવું દાખલ થઈ ગયું, કે દશ વર્ષ પછી સ્ત્રીને રજે ધર્મ દેખાય અથવા ન દેખાય તો પણ તેને રજસ્વલા ગણવી; અને જે માબાપ અથવા વાલીઓ એ પ્રમાણે નહિ માને તે નરકનાં અધિકારી થશે. તે ઉપરથી મોડામાં મેંડું અગિયારમે વર્ષે કન્યાદાન આપવું જ જોઈએ એવું રૂઢિનું બંધન સખત બંધાઈ ગયું. પણ આપણે આયુર્વેદનું જ્યારે “શારીરશાસ્ત્ર” તપાસીએ છીએ ત્યારે તેમાં સ્ત્રીના ગર્ભસ્થાનની વ્યવસ્થાનું અને ગર્ભને ધારણ કરવા માટે વીર્યને આકર્ષનારી જે શિરાઓનું વર્ણન કરવામાં આવ્યું છે, તેનું અનુસરણ કરતે આ લોક છે. એ શ્લેકના ચોથા ચરણને જરા તપાસીએ તે જણાશે કે, અતઃ કર્થ જનરવા એટલે એ પછીને કાળ રજસ્વલા થવા માટે છે. પણ એથી એવું સિદ્ધ થતું નથી કે દશ વર્ષ પૂરાં થયાં એટલે સ્ત્રીને રજસ્વલા ગણવી જ ! એ તે માત્ર ગર્ભાધાન સંસ્કારને માટે જે નાડીઓનું પ્રકટીકરણ થવું જોઈએ, તે નાડીઓના પ્રકટીકરણને વિષય છે; જેમ
मनोभवागारमुखेऽषलानां तिस्रो भवंति प्रमदासनानाम् । समीरणा चंद्रमुखी च गौरी विशेषमासामुपवर्णयामि ॥
અર્થાત્ કામગૃહના મુખને વિષે સ્ત્રી જનોને ત્રણ પ્રકારની નાડીઓ હોય છે, તેમાં એક સમીરણ, બીજી ચંદ્રમુખી અને ત્રિીજી ગૌરી નામની છે, એના ભેદનું વર્ણન હવે હું કરું છું.
For Private and Personal Use Only