________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४८
શ્રી આયુર્વેદ નિબંધમાળા ખીલેલું, નીચા મુખવાળું ચિતન્યનું સ્થાન થઈને, એજ એટલે સંપૂર્ણ ધાતુઓના તેને સારી છે. જો કે સામાન્ય રીતે સર્વ દેહજ ચિતન્યનું સ્થાન છે, પરંતુ મુખ્યતઃ હૃદયજ ચૈતન્યનું સ્થાન છે.
નાભિના સ્થાનમાં રહેવાવાળી શિરા અને ધમનીઓ સંપૂર્ણ શરીરમાં વ્યાપ્ત થઈને, રાત્રિદિવસ વાયુને સંગ પામીને, રસાદિ સર્વ ધાતુઓને સર્વ શરીરમાં લઈ જઈને શરીરનું પિષણ કરે છે. તે તરુણ પુરુષના શરીરને પુષ્ટ કરે છે અને વૃદ્ધ મનુષ્યના દેહનું પાલન કરે છે. કહ્યું છે કે, પવનના સંયેગથી એટલે પ્રાકૃત પવનની સહાયથી પોષણ કરે છે. અહીં કેઈ પ્રશ્ન કરે કે, આ શિરાઓ કઈ વસ્તુથી પિષણ કરે છે? એના જવાબમાં કહેવાનું કે સંપૂર્ણ રસાદિ ધાતુઓથી પિષણ કરે છે. - નાભિમાં રહેલો પ્રાણવાયુ કે જ્યાં પ્રાણ અગ્નિ અને સમાદિકા નાભિમાં રહે છે, તે પ્રાણવાયુ હૃદયને સ્પર્શ કરીને કંઠ દ્વારા બહાર નીકળીને, વિષ્ણુના પાદામૃતને પામીને, ત્યાંથી અમૃતનું પાન કરીને તેજ માગે પાછો આવીને દેહને, જીવને તથા જઠરાગ્નિને પોષે છે. એ પ્રમાણે ગુણવિશિષ્ટ પ્રાણપવન હૃદયકમળના અત્યંતરને સ્પર્શ કરીને એટલે પ્રકુલ્લિત કરીને કંઠનું ઉ. લંઘન કરીને, વિષ્ણુપાદામૃત પીવાને પ્રાપ્ત થાય છે, ત્યાંથી અમૃતપીને જેવા વેગથી ઉપર જાય છે, તેવાજ વેગથી તે પાછા ફરીને પોતાના સ્થાનને પ્રાપ્ત થઈને સકળ જીવનું તથા શરીરનું પિષણ કરે છે, એ પણ કેટલાક આચાર્યોને મત છે.
અહીથી ઉપર વર્ણન કરેલા શરીરની વૃદ્ધિ કરવા અને ટકાવી રાખવાના આધારભૂત જે આહાર છે તે ભોજન કર્યા પછી અન્નાશયમાં જઈને તેની વ્યવસ્થા કે પ્રકારે થાય છે, તેનું વર્ણન કરવામાં આવે છે –
For Private and Personal Use Only