________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આયુર્વેદ નિબંધમાળા
મનુષ્ય શરીરમાં જે રસવાહિની નાડી છે તે પવનનું ધમન કરે છે, એટલા માટે તેને ધમની કહે છે. એ ધમની નાડી ૨૪ છે. એ પણ નાભિસ્થાનથી પ્રગટ થઈને ૧૦ નીચે ગઈ છે, કે જે વાયુ, મળમૂત્ર, શુક, આર્તવ અને અન્ન અને જળરસને વહન કરાવે છે તથા ૧૦ ઊદ્ધગામિની ધમનિ છે. તે શબ્દ, રૂપ, રસ ગંધ, શ્વાસેલ્ફસ, બગાસાં, સુધા, હસવું, બોલવું, રડવું ઈત્યાદિને વહન કરાવી દેહને ધારણ કરે છે. અને તીરછી ગતિમાં જવાવાળી ૪ ધમનિ છે. એ જ ધમનીમાંથી અસંખ્ય ધમનીઓ ઉત્પન્ન થયેલી છે, જેથી મનુષ્ય શરીર જાળની પેઠે પરિવ્યાપ્ત એટલે વીંટળાઈને ગૂંથાયેલું છે. તેનાં મુખ રોમકુપીથી બંધાયેલા છે અને તે રસને સર્વત્ર પહોંચાડે છે, પસીનાને બહાર કાઢે તથા ઉવટન સ્નાન અને લેપાદિકના વીર્યને ભીતર લઈ જાય છે. એ પ્રકારે ૨૪ ધમનીઓનું કાર્ય છે.
મનુષ્ય શરીરમાં માંસની પેશીઓ ૫૦૦ છે અને સ્ત્રીઓમાં પર છે. તે મનુષ્યનાં શરીરને સીધા ઊભા રાખવાનું કામ કરે છે. મનુષ્ય શરીરમાં જે સે કન્ડરી છે, તે મોટા સ્નાયુઓ અને હાથપગાદિ અંગોને લાંબાટૂંકાં કરવાના કામમાં આવે છે.
મનુષ્ય શરીરમાં ૧૦ છિદ્રો છે. નાક, નેત્ર, કાન, એમાં બબ્બે છિદ્ર છે. લિંગ, ગુદા અને મુખ; એમાં એકેક છિદ્ર છે અને મસ્ત કમાં એક છિદ્ર છે તેને બ્રહ્મરંધ્ર કહે છે. એ પ્રમાણે પુરુષમાં દશ છિદ્રો છે અને સ્ત્રીઓમાં સ્તન સંબંધી બે અને ત્રીજું ગર્ભાશયનું એ પ્રમાણે ત્રણ અધિક છે. તે જ પ્રમાણે પ્રાણીમાત્રની ચામડીમાં અનેક છિદ્રો છે, પરંતુ અત્યંત બારીક હોવાથી તે દેખી શકાતાં નથી. તેમજ પ્રાણ, જળ, રસ, રુધિર, માંસ, મેદ, મૂત્ર, મળ, શુક્ર અને આતવને વહેવાવાળાં બીજા છિદ્રો પણ છે,
For Private and Personal Use Only