________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આયુર્વેદ નિબંધમાળા પિતતાના કાર્યમાં સમર્થ યુક્ત કરે છે. કંઠમાં રહેલા કફને રસન કફ કહે છે. તે જીભની જડમાં સ્થિર રહીને કહુતિક્તાદિ રસના જ્ઞાનનું કારણ થાય છે. હૃદયમાં રહેવાવાળા કફને અવલંબન કફ કહે છે, તે અવલંબનાદિ કર્મ દ્વારા હૃદયનું પોષણ કરે છે. શરીરના સાંધાઓમાં રહેવાવાળા કફને સંલેષણ કહે છે. તે દરેક સાંધાને યથાસ્થિત રાખે છે. એ પ્રમાણે વાયુ, પિત્ત અને કફ, શરીરનાં એકંદરે પંદર સ્થાનમાં રહીને, શરીરને કારભાર ચલાવે છે; પરંતુ તેમાં જે વાયુ વિક્રિયા પામે, તે જે જે સ્થાનમાં જેટલાં કફ તથા પિત્ત જોઈએ તે કરતાં ઓછાં પહોંચાડે છે અથવા તે વધારે પહોંચાડે છે તેથી શરીરને રેગરૂપે દેખાડી, આખા શરીરને છિન્નભિન્ન કરી નાખી આખરે પંચત્વ એટલે મૃત્યુને શરણ કરી દે છે. જેથી મનુષ્યની પ્રથમ ફરજ એ છે કે, વાયુને નિયમિત રાખ.
સ્નાયુઓ જે છે તે માંસ, હાડકાં અને મેદ એને બંધનરૂપ છે. એટલે હાડકાં માંસ અને મેદને પાટે બાંધી ખેંચી રાખ્યાં હેય તેમ પકડી રાખે છે.
શરીરમાં હાથ, પગ આદિ અંગોના છેડા જે ઠેકાણે એકત્ર થાય છે તેના જોડાણને સાંધા કહે છે, અને તે સાંધાઓ કફ જેવા પદાર્થથી ભરેલા રહે છે.
શરીરમાં જે હાડકાં છે તે સારરૂપે એટલે બળરૂપે આધારભૂત છે અને તેની કપાળ, રુચક, વલય, તરુણુ અને નકલ એવી પાંચ જાતે છે. હવે સ્નાયુઓને જેણે બંધનરૂપ આપ્યું છે, તે ૯૦૦ પ્રતાન એટલે ફેલાયેલી, વૃત્ત એટલે ગેળ અને ભીતરથી પિલી શાખાઓ છે. તેમાંથી હાથ, પગ આદિ શાખાઓમાં કમળનાળ તંતુની પેઠે ફેલાવાવાળા અને ગેળ મોટા ૬૦૦ સ્નાયુઓ છે. કોઠામાં ૨૩૦ સ્નાયુ મટા તથા છિદ્રવાળા છે, તથા ગ્રીવામાં
For Private and Personal Use Only