________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાણીમાત્રની ઉત્પત્તિ અને મનુષ્ય શરીરની રચના ૪૫ ઉ૦ સ્નાયુઓ છે તે મેટા અને પીળા છે. એ પ્રકારે સઘળા મળીને ૯૦૦ સ્નાયુઓ થાય છે અને તેથી દેહનું બંધારણ થયેલું છે. એ સ્નાયુથી બંધાયેલા સાંધાઓ બે પ્રકારના છે. એક ચળ અને બીજે અચળ. તેમાં ડેકી, કમ્મર, હાથ તથા પગમાંના અને નાડીના સાંધાઓ ચલાયમાન છે, બાકીના સર્વ સાંધાઓ અચળ છે. એવી રીતે બધા સાંધાઓ મળીને ૨૧૦ થાય છે. તેમાં કફના જે પદાર્થ ભરેલું છે. તેનું પ્રયોજન એવું છે કે, જેમ રથનાં ચકો
લાદિકના સંયોગથી નિવિને ફરે છે, તેવી રીતે એ સાંધાઓ પદાર્થના સંગથી ચલાયમાન વિષયમાં સામર્થ્યવાળા થાય છે.
મનુષ્ય શરીરમાં આત્માનાં આધારભૂત એવાં ૧૦૭ મર્મસ્થાન છે. એ મર્મસ્થાન પાંચ પ્રકારનાં છે. જેમકે માંસમમ ૧૧, શિરા મર્મ ૪૧, સ્નાયુમમ ૨૭, અસ્થિમમ ૮ અને સંધિમર્મ ૨૦ એ પ્રકારે બધાં મળી ૧૦૭ મર્મસ્થાન છે. એ મર્મસ્થાનમાં કેટલાંક તરત પ્રાણ હરનારાં છે, કેટલાંક કાળાંતરે પ્રાણ હરનારાં છે, કેટલાંક વૈકટય કરનારાં છે અને કેટલાંક માત્ર પીડાકારી છે.
શિરાઓ એટલે કે નસો જે સાંધાઓને બાંધી રાખનારી છે અને વાતાદિદોષ અને રસાદિ ધાતુને વહેવાવાળી છે, તે સ્કૂલ અને સૂકમ એમ બે પ્રકારની છે અને તેનાં મૂળ નાભિસ્થાનમાં છે. નાભિસ્થાનમાંથી તે શિરા ઉપર, નીચે અને તીરછી ગતિમાં ફેલાયેલી છે, જેની સંખ્યા ૪૦ છે. તેમાં ૧૦ વાયુને વહન કરાવવા વાળી, ૧૦ પિત્તને, ૧૦ કફને વહન કરાવવાવાળી અને ૧૦ રૂધિરને વહન કરાવવાવાળી છે. હવે વાયુને વહન કરાવવાવાળી જે ૧૦ શિરાઓ છે તેમાંથી ૧૭૫ બી જી શિરાઓ ફૂટેલી છે. એવી જ રીતે પિત્તને વહન કરવાવાળી, કફને વહન કરાવવાવાળી અને રક્તને વહન કરવાવાળી શિરાઓમાંથી એક પંચેતેર બી શિરાઓ નીકળેલી છે. એ સર્વને ગણતાં ૭૦૦ શિરાઓ થાય છે,
For Private and Personal Use Only