________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાણીમાત્રની ઉત્પત્તિ અને મનુષ્ય શરીરની રચના ૪૩ તેને રંગ પીળે છે, પણ તે દૂષિત થાય છે, ત્યારે તે નીલવર્ણ થઈ જાય છે. પિત્તમાં સત્ત્વગુણ અધિક છે તેમ શુદ્ધ પિત્તને સ્વાદ તીખો અને કડવો છે. ઉણાદિ પદાર્થને સંગ થવાથી પિત્ત વિદ થઈ જાય છે, એટલે તેને સ્વાદ ખાટો થઈ જાય છે. એ પિત્ત શરીરનાં પાંચ સ્થાનમાં રહે છે. કોઠામાં અગ્નિનું સ્થાન છે. તે સ્થાનમાં જે પિત્ત તે અગ્નિરૂપ થઈને એક તિલ બરાબર છે, તે પિત્ત પિતાના સ્થાનમાં રહીને ચાર પ્રકારના આહારને પચાવે છે. એટલા માટે તેને પાચકપિત્ત કહે છે. ચામડીમાં જે પિત્ત રહે છે તે પિત્ત શરીરમાં કાન્તિ ઉત્પન્ન કરે છે. ચંદનાદિને લેપ, તૈલાદિકને અત્યંગ અને સ્નાન કરેલા પાણીને પચાવે છે, એટલા માટે તેને ભ્રાજક પિત્ત કહે છે. તે પિત્ત ડાબી તરફ પ્લીહાના સ્થાનમાં રહીને જેમ રસમાંથી રુધિરને ઉત્પન્ન કરે છે, તેવી જ રીતે જમણી તરફ યકૃતના સ્થાનમાં રહીને પણ રસથી રુધિરને ઉત્પન્ન કરે છે અને તે પિત્ત દષ્ટિગોચર થાય છે તેથી તેને રંજકપિત્ત કહે છે. બે આંખમાં જે પિત્ત રહે છે તે સફેદ, નીલ, પીળાં આદિ રૂપનાં દર્શન કરાવે છે, તેથી તેને આલેચક પિત્ત કહે છે. જે પિત્ત હૃદયમાં રહીને મેધારૂપ ને પ્રજ્ઞારૂપ બુદ્ધિ ઉત્પન્ન કરે છે, તેને સાધકપિત્ત કહે છે.
કફ નામને જે દેષ છે તે ચીકણે, ભારે, સફેદ, પિછિલ અને શીતળ છે. કફમાં તમોગુણ અધિક છે અને તે મીઠે છે. તે વિકૃતિને પામે છે ત્યારે ખારો થઈ જાય છે. એ જ કફ પાંચ સ્થાનમાં રહીને દેહની સ્થિરતા તથા પુષ્ટતાને કરે છે. આમાશયમાં જે કફ રહે છે, તેને કલેદન કફ કહે છે. તે આમાશયમાં રહીને ચાર પ્રકારના આહારને આધાર આપે છે તથા મધુર, પિશ્કિલ, પ્રલેદિત્વ હોવા છતાં પિતાની શક્તિએ કરીને સંપૂર્ણ કફનાં સ્થાન પર તે તે સ્થાનનાં કાર્યો કરીને ઉપકાર કરે છે. માથામાં રહેવાવાળા કફને નેહન કફ કહે છે. એ પણ આદિ દ્વારા ઈદ્રિયોને
For Private and Personal Use Only